Navsari News : નવસારી ગ્રામ્યમાં અમદાવાદ મુબઈ હાઈવે પર નવસારી બોરીયાચ ટોલ પ્લાઝા પરથી ક્ટલાક શખ્સો આઈસરમાં દારૂનો જથ્થો લઈને જવાના હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના અધિકારીઓને મળી હતી. માહિતીને આધારે પોલીસે નવસારી બોરીયાચ ટોલ પ્લાઝ પર જાળ બિછાવીને દારૂનો જથ્થો ભરેલી આઈસર ગાડી કબજે કરી હતી.
પોલીસે આઈસરમાં તપાસ કરતા અંદરથી રૂ. 16,84,800 ની કિંમતની 16,848 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, રૂ.2,560 રોકડા,મોબાઈલ અને આઈસર વાહન વગેરે મળીને 36,92,360નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં રાજસ્થાનના સરવણ ઉર્ફે સંજય ભેરારામ ગોદરાની ધરપકડ કરી હતી.
જ્યારે દારૂનો જથ્થો મોકલનારા રાજસ્થાનના સુકેશ જૈન આસુતોશ શર્મા, રોહીત, વડોદરાથી દારૂ મંગાવનાર શખ્સ અને આઈસરના માલિક વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસ વધુ તપાસ કરી રહી છે.
