#Dakor_Mandir/ ધર્નુમાસ શરૂ થવાથી ડાકોરમાં ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર

Kheda News : ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. હવે ભગવાન રણછોડજીની મંગળા આરતીના દર્શનનો લાભ હવે ભક્તોને સવારે 06:15 કલાકે મળશે. ધનુર્માસનો પ્રારંભ થયો હોવાથી સવારે 6:45 વાગે યોજાતી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.

Gujarat Others Dharma & Bhakti Breaking News

Kheda News : મંદિર પ્રશાસને દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે. અગાઉ 6:45 વાગ્યે મંગળા આરતીના દર્શન થતા હતા એ હવે થશે 6:15 વાગ્યે થશે. તો વળી રાજાધિરાજને આજથી વિશેષ ભોગ પણ ધરાવામાં આવશે. સવારે વહેલા ભગવાનને ધર્નુમાસની વિશેષ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે તેનું પણ સવિશેષ મહત્વ રહેલું છે.

ભક્તો આજથી રાજાધિરાજના દર્શન કરી ધન્યતા અનુભવશે. મંદિરના પૂજારી જનક મહારાજે જણાવ્યું કે, સવારે 6:15 વાગ્યે આરતી થશે અને બપોરે 12 વાગ્યા સુધી અને એ બાદ સાંજના દર્શન અને સાંજે 7 વાગ્યે દર્શન બંધ થાય છે. યાત્રાધામ ડાકોરમાં માગસર પૂનમે રણછોડરાયજીના દર્શને માનવ મહેરામણ ઉમટ્યું હતું. ગત રાતે ત્રણ વાગ્યે કડકડતી ઠંડીમાં પણ દર્શનાર્થીઓ લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા. પરોઢિયે મંગળા આરતીથી લઈને રાતે સુખડીભોગ દર્શન સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દ્વારકાધીશ જગતમંદિરના દર્શનના સમયમાં ફેરફાર, શ્રીજીના ઉત્સવને લઈને ટ્રસ્ટનો નિર્ણય

આ પણ વાંચો: અંબાજી માતાની આરતી-દર્શનના સમયમાં ફેરફાર

આ પણ વાંચો: શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, જલ્દી પહોંચી જાજો નહીં તો મંદિરના દ્વાર વહેલા બંધ થઈ જશે