Ahmedabad News/ સોલામાં એક વ્યક્તિ પર કાર ચઢાવી ભાગી જનારા શખ્સની ધરપકડ

સોલા હાઈકોર્ટ પોલીસે રાજસ્થાનના શખ્સને કાર સાથે ઝડપી લીધો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : આ બનાવની વિગત મુજબ 18.12.2024ના રોજ કારગીલ ચાર સર્કલ પાસે ઈન્ડીકા કારને સ્કોર્પિટો કારના ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતનો બનાવ બનતા કારના ચાલકો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અકસ્માત કરનાર સફેદ કલરની સ્કોર્પિયો કારના ચાલકે ઈન્ડીકા કારના ચાલક આશિતભાઈ બી.આચાર્યને પોલીસ આવે ત્યાં સુધી રોકાવાનું કહંયું હતું.

બાદમાં સ્કોર્પિયોના ચાલકે આશિતભાઈને જાનથી મારી નાંખવાના ઈરાદે તેમની પર કાર ચઢાવી દઈને તેમના શરીર પર ઈજાઓ કરી હતી. આમ આશિતભાઈને જાનથી મારી નાંખવાની કોશિષ કરીને સ્કોર્પિયો કારનો ચાલક ભાગી ગયા હતો.આ અંગે આશિતભાઈના પુત્રએ સ્કોર્પિયો કારના ચાલક સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિાદ નોંદાવી હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

જેમાં શહેર પોલીસ કંટ્રોલ દ્વારા બ્રેડકાસ્ટ કરાવી તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરીને ઘુમા સર્કલ પાસેથી આરોપી સુનિલ ઓમપ્રકાશ દધીચ (34)ની ધરપકડ કરીને સ્કોર્પિયો કાર કબજે કરી હતી. આરોપી મૂળ રાજસ્થાનના જોધપુરનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ૧૭૫ મું અંગદાન, અમદાવાદમાં ૧૧ મહિનામાં કુલ ૩૬ અંગદાન

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ડંકો વાગ્યો, રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત