Rajkot News/ રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની કરાઈ જાહેરાત, વોર્ડ નંબર 17માં ગૂંચવાયો મામલો

રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની જાહેરાત કરાતા જ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની જાહેરાત કરાતા જ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. ભાજપે સોમવારે રાત્રે શહેરના 18 વોર્ડના 17 પ્રમુખોની યાદી જાહેર કરી. એક વોર્ડ એટલે કે વોર્ડ નંબર 17માં પ્રમુખની જાહેરાતને લઈને મામલો ગૂંચવાયો. શહેરના વોર્ડ પ્રમુખની જાહેર કરાયેલ યાદીમાં મોટાભાગના પ્રમુખ પાટીદાર અને ઓબીસી સમાજના છે.

શહેરની વોર્ડ પ્રમુખની જાહેર કરેલ યાદી મુજબ વોર્ડ નં. 1ના પ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજા, વોર્ડ નં. 2ના પ્રમુખ ભાવેશભાઇ મેરામભાઇ ટોયટા, વોર્ડ નં. 3ના પ્રમુખ તરીકે રણધીરભાઇ સોનારાની વરણી, વોર્ડ નં. 4ના પ્રમુખ કાનજીભાઈ દઢેયા, વોર્ડ નં. 5ના પ્રમુખ પરેશભાઈ લીંબાસીયા, વોર્ડ નં. 6ના પ્રમુખ અંકિત બાબુભાઇ દૂધાતરા, વોર્ડ નં. 7ના પ્રમુખ વિશાલભાઈ માંડલીયા, વોર્ડ નં. 8ના પ્રમુખ દેવકરણ ગંગાદાસ જોગરાણા, વોર્ડ નં. 9ના પ્રમુખ હીરેનભાઇ સાપરીયા, વોર્ડ નં. 10ના પ્રમુખ જયેશભાઇ ચોવટીયા,
વોર્ડ નં. 11ના પ્રમુખ તરીકે હીરેનભાઇ ભીખુભાઇ મુંગપરા, વોર્ડ નં. 12ના પ્રમુખ જયેશકુમાર પંડ્યા, વોર્ડ નં. 13ના પ્રમુખ સંદિપભાઇ અંબાસણા, વોર્ડ નં. 14ના પ્રમુખ પવનભાઇ સુતરીયા, વોર્ડ નં. 15ના પ્રમુખ મયુરભાઇ વ્રજકાણી, વોર્ડ નં. 16ના પ્રમુખ ખોડાભાઇ કાચા અને વોર્ડ નં. 18ના પ્રમુખ તરીકે અનિલભાઈ જસમતભાઇ દોંગાની નિમણૂંક કરવામાં આવી.

થોડા દિવસ પહેલા જ વોર્ડ નંબર 14ના પ્રમુખ પદ માટેની દાવેદારીને લઈને હડકંપ મચ્યો હતો. દાવેદાર વિપુલ માખેલાએ જન્મના દાખલાને લઈને ખોટી વિગતો ભરતા જાગૃત નાગરિક દ્વારા પત્ર લખી જાણ કરવામાં આવી હતી. જેના બાદ ચૂંટણી અધિકારી માયાબેન કોડનાણીએ વિપુલ માખેલાની સાચી જન્મતારિખ જણાવવા રજૂઆત કરી હતી. વિપુલ માખેલાએ ચૂંટણી ફોર્મના દસ્તાવેજમાં જન્મવર્ષ 1974ના સ્થાને જન્મ વર્ષ 1980 લખ્યું હતું. જેને લઈને ફરિયાદ આવ્યા બાદ મામલો પ્રદેશ કક્ષાએ પંહોચ્યો હતો અને વિપુલ માખલાને સાચી હકીકત જણાવવાના આદેશ કરાયા હતા. સંભવત આગામી સમયમાં વિપુલને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવે તેવી સંભાવના છે. આ મામલા બાદ વોર્ડ નંબર 14માં પવનભાઇ સુતરીયાને કમાન સોંપાઈ.જ્યારે વોર્ડ નંબર 17નો મામલો ગૂંચવાતા પ્રમુખપદની નિમણૂંકને લઈને થોડો સમય રાહ જોવી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નડિયાદ ગામમાં પાણીના નિકાલ માટે કાંસના મેન્ટેન્સમાં જોવા મળ્યો ભ્રષ્ટાચાર

આ પણ વાંચો:નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત,ત્રણના લોકોના મોત, બે ઘાયલ

આ પણ વાંચો:નડિયાદમાં કપડવંજ પર રોડ પર અકસ્માતમાં રીક્ષાચાલકનું મોત