Surendranagar News/ સુરેન્દ્રનગર ના આનંદ ભવન ખાતે હેલ્થ કચેરી વઢવાણ દ્રારા સંજીવની ટોફીનું વિતરણ કરાયું

એતો સૌ જાણે છે કે સરગવો સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક હોય છે.ડ્રમસ્ટિક્સ વિટામિન A, C, B1 (થાઇમીન), B2 (Riboflavin), B3 , B6 ​​અને ફોલેટથી ભરપૂર હોય છે.

Top Stories Gujarat

Surendranagar News: એતો સૌ જાણે છે કે સરગવો સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક હોય છે.ડ્રમસ્ટિક્સ વિટામિન A, C, B1 (થાઇમીન), B2 (Riboflavin), B3 , B6 ​​અને ફોલેટથી ભરપૂર હોય છે. તેમાં મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝિંક પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. ત્યારે આજરોજ તા. ૦7-૦1-2025 ને મંગળવાર ના રોજ આનંદભુવન વઢવાણ ખાતે આરોગ્યશાખા, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર અને તાલુકા હેલ્થ કચેરી વઢવાણ દ્રારા સંજીવની ટોફી એટલેકે સરગવાના પાનના પાવડર માંથી બનાવેલ ચોકલેટનું વીતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેલ્થ કચેરી વઢવાણ દ્રારા રાખવામાં આવ્યો હતો .

બળતરા સામે લડવામાં પણ મદદરૂપ છે.

ડ્રમસ્ટીકમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે. કેન્સર, સંધિવા અને ઘણા સ્વયંપ્રતિરક્ષા રોગો જેવા ઘણા રોગોનું મૂળ કારણ બળતરા છે. જ્યારે આપણે કોઈ ઈજા કે ચેપથી પીડાઈએ છીએ, ત્યારે શરીરમાં બળતરા વધે છે. ડ્રમસ્ટિકનું સેવન કરવાથી આમાંથી રાહત મળી શકે છે.

એન્ટીઑકિસડન્ટો સમૃદ્ધ.

ડ્રમસ્ટીકમાં એન્ટી-ઓક્સિડેટીવ ગુણ હોય છે અને તે પર્યાવરણમાં હાજર મુક્ત રેડિકલની હાનિકારક અસરો સામે રક્ષણ આપે છે. ફ્રી રેડિકલને કારણે થતું નુકસાન ટાઈપ 2 ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ અને અલ્ઝાઈમર જેવા ઘણા ક્રોનિક રોગો માટે જવાબદાર છે. તેમાં વિટામિન સી અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે ફ્રી રેડિકલ સામે કામ કરે છે.

બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.

હાઈ બ્લડ સુગર લેવલ વ્યક્તિઓમાં ડાયાબિટીસના વિકાસ તરફ દોરી જાય છે. ડાયાબિટીસ, બદલામાં, હૃદયની સમસ્યાઓ અને શરીરમાં અંગોને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી બચવા માટે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવું સારું છે.

સંજીવની ટોફી નાના બાળકોને કુપોષણ નાબુદ કરવામાં મદદ કરે છે જેમા સરગવાના પાનમાંથી જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે અને બાળકોનુ હીમોગ્લોબીનમાં વધારો થાય છે.

ત્યારે આ કાર્યક્રમમાં માન. વર્ષાબેન દોશી ,ઉપાધ્યક્ષ ભાજપ ગુજરાત, માન. કલેકટર સાહેબ કે.સી.સંપટ સાહેબ, માન. સીડીએચઓ બી.જી.ગોહીલ , તેમજ પુર્વ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, તાલુકા હેલ્થ ઓફીસર સાહેબ  હરીત પાદરીની ઉપસ્થીતીમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેન્દ્રસીંહ લીંબડ, પ્રવીણભાઇ જીતીયા, નરેશભાઇ પ્રજાપતી જિલ્લા આઇ.ઇ.સી. અધિકારી ધ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મથી ચકચાર

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મથી ચકચાર

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ફાર્મ હાઉસમાં પોલીસનો દરોડો : દારૂના જથ્થા સાથે 66 લાખનો મુદ્દામાલ કબજે