Anjar News: પ્રવર્તમાન સમયમાં સ્ત્રી પોતાનું રક્ષણ (Safety) જાતે કરી શકે તે માટે દરેક વિદ્યાર્થીની સેલ્ફ ડિફેન્સને સ્વરક્ષણ (Self defence)ની તાલીમ મેળવે એ ખૂબ જ અગત્યનું બની ગયું છે , એ ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે સરકાર તરફથી ખેલ મહાકુંભમાં વિવિધ રમતો સાથે સાથે કુસ્તીને પણ સ્થાન અપાયું છે, જે અંતર્ગત ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની બહેનોની કુસ્તી સ્પર્ધા આજરોજ તારીખ 10/1/2025 ના રોજ શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર- 17 મધ્યે આયોજન કરવામાં આવેલ.

જેમાં ગોવિંદભાઈ ભરવાડના નેતૃત્વ હેઠળ શાળાના આચાર્ય બીપીન પટેલ અને શાળાના સિનિયર શિક્ષિકા ચંદ્રિકાબેન પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કુસ્તી સ્પર્ધાના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.
જેમાં કચ્છ જિલ્લામાંથી વિવિધ શાળાઓમાંથી આવેલી વિદ્યાર્થીનીઓએ પોતાના કુસ્તીના અલગ અલગ દાવો પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓને અભિભૂત કરી દીધા હતા. આ સ્પર્ધામાં કચ્છ જિલ્લાની શાળાઓમાંથી 40 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ વાત જૂથ તેમ જ બાળાઓના વજન મુજબની અલગ અલગ કેટેગરીમાં બાળાઓએ સ્વબચાવ માટેના પ્રયત્નોના જે દાવ હતા તે જોઈ અને નાના મોટા તમામ બાળકો દર્શકો આશ્ચર્યચકિત રહી ગયા હતા. આ સ્પર્ધા ખૂબ જ રોમાંચક રહી હતી. જેમાં તમામ સ્પર્ધકોએ ખૂબ જ સરસ પ્રદર્શન કરેલ હતું.

જેમાં 30 kg ક્ષમતા વાળી કુસ્તી સ્પર્ધામાં
કુ. સોની મીશા પ્રથમ , 33 Kg વાળામાં
કુ.યશવી રબારી પ્રથમ સ્થાન
36 Kg સ્પર્ધા માં રબારી કૃપાલી પ્રથમ
39 Kg- વધાશિયા જેની પ્રથમ, તેમજ
42 Kg-સોની જીયાશી પ્રથમ રહ્યા હતા.
તમામ વિજેતાઓને સ્પર્ધાના આયોજકો તેમ જ સમગ્ર વ્યાયામ શિક્ષક પરીવાર તમને કોચ તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી છે. આ તમામ સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્પર્ધા માં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
@દિનેશ જોગી
આ પણ વાંચો:સુરક્ષા સેતુ અંતર્ગત જાસ્મીન ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા બોડેલી ખાતે બાળાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી
આ પણ વાંચો:‘બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી, સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લેવી જરૂરી’: રાજ્યપાલ સી.વી.આનંદ બોઝ
