Amreli News : અમરેલીમાં દીપડાના આતંકના સમાચાર સતત સામે આવી રહ્યા છે. તાજી ઘટનાઓમાં અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં અમરેલી જિલ્લામાંથી પણ સામે આવ્યો છે. જ્યાં દીપડાના આતંકના કારણે માલધારીનું પશુધન લૂંટાઈ ગયું હતું. દીપડાએ માલધારી સમાજની ઝોકમાં હુમલો કર્યો હતો અને આશરે બે ડઝનથી વધારે પશુઓનો શિકાર કર્યો હતો. દીપડાના આતંકથી હાલ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાએ આશરે બે ડઝનથી વધુ પશુધનનું શિકાર કર્યું, જેમાં 16 થી વધુ ઘેટાં-બકરાં મારણ કરવામાં આવ્યા હતા અને 8 થી 10 ઘેટાંને ગંભીર ઇજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, અમરેલીના લીલીયા પંથકમાં પૂંજાપાદર ગામે દીપડાનો આતંક જોવા મળ્યો હતો. જ્યાં ગામના માલધારી સમાજના ઝોકમાં ઘુસી આવ્યો હતો. આ હિંસક દીપડાએ પોતાનો આતંક મચાવતા આશરે 2 ડઝનથી વધુ પશુધનનું મારણ કર્યું હતું. દીપડાએ ગોવિંદ રાતડીયા નામના માલધારીના ઘેટાં-બકરાંની ઝોકમાં આતંક મચાવ્યો હતો. દીપડાએ 16 થી વધુ ઘેટાં-બકરાંનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યા હતાં અને અંદાજે 8 થી 10 જેટલાં ઘેટાં-બકરાંને ગંભીર ઈજા પહોંચાડી હતી. હિંસક દીપડાના હુમલાથી માલધારીઓમાં દુઃખ અને ભયનો માહોલ ફેલાયો છે. હાલ વન વિભાગ દ્વારા સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી દીપડાની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનામાં ગ્રામીણ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગુસ્સો અને ગહન દુઃખમાં ડૂબેલા માલધારીઓ હવે સખત પદ્ધતિઓની માંગ કરી રહ્યા છે. પૂંજાપાદર ગામના સરપંચે દીપડાને વહેલામાં વહેલી તકે પાંજરે ભરવા માટે વન વિભાગને રજૂઆત કરી છે. અગાઉ, કમ્પક સાતસો કણકોટ ગામમાં પણ દીપડાના હુમલાનો સામનો કર્યો હતો, જ્યાં 5 પશુઓના જીવ ગુમાવ્યા હતા. વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દીપડાને પકડવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: અમરેલીમાં ભાવનગર-સોમનાથ હાઇવે પર અકસ્માતમાં યુવકનું મોત
આ પણ વાંચો: દાળમાં કાળુ કે આખી દાળ કાળી? અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીની પોસ્ટથી ગરમાયું રાજકારણ
આ પણ વાંચો: અમરેલીમાં બન્યો ચોંકાવનારો બનાવ, સગીરે રીલ બનાવવા ઝેરી દવા ગટગટાવી
