Sabarkanatha News : સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઈશ્વરપુરા ગામની સીમમાં કાંટાતાળની વાડમાં ફસાઈ ગયેલ એક માદા દિપડાને વન વિભાગે બચાવવા માટે કરેલા પ્રયાસો નાકામિયાબ રહયા બાદ બુધવારે તેનું મોત નિપજયું હતુ. જેથી વન વિભાગ દ્વારા માદા અને મૃતક દિપડાનો નિયમ મુજબ અંતિમ સંસ્કાર કરાયા હતા. તો બીજી તરફ વન વિભાગે મૃતક માદા દિપડાનો અગ્નિ સંસ્કાર કરી દીધો છે ત્યારે ગ્રામજનોમાં મોત અંગે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે જેનું રહસ્ય ઉકેલાયું નથી.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર ડુંગરની તળેટીમાં અથવા તો સીમાડામાં શિકાર માટે દિપડો તેના પરિવાર સાથે નિકળે છે, ત્યારે જાહેર થયા બાદ વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમ્યાન મંગળવારે ઉમિયા માતાજી મંદિરની ખેતરના શેઢા પર જંગલી પ્રાણીઓથી પાકને બચાવવા માટે લગાવાયેલ કાંટાતાળ વાડમાં દિપડો ફસાઈ ગયો હોવાની જાણ ખેતરમાં કામ કરતા લોકોએ સરપંચને કરી હતી.
ત્યારબાદ વન વિભાગની રેસ્કયુ ટીમે આવીને તપાસ કરતાં ઈજાને કારણે બેભાન થયેલા માદા દિપડાનું મોત નિપજયા બાદ ઈડર ફોરેસ્ટના અધિકારી ગોપાલભાઈ પટેલે તપાસને અંતે જણાવ્યુ હતુ કે ઈશ્વરપુરા સીમમાં શિકાર માટે આવેલ એક માદા દિપડો મોતને ભેટયો છે તો બીજી તરફ તપાસ દરમ્યાન વન વિભાગના અધિકારીઓને તાળની વાડમાંથી ર૮ ગાળીયા મળી આવ્યા હતા. જેથી શંકાને આધારે વન વિભાગના અધિકારીએ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને માદા દિપડાનો વન વિભાગના નિયમ મુજબ અગ્નિ સંસ્કાર કરાયા બાદ પંચોની હાજરીમાં પંચનામું કરીને કાર્યવાહીને આટોપી લીધી હતી. તો બીજી તરફ ઈશ્વરપુરા ગામમાં માદા દિપડાના મોત અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે માદા દિપડાના મોતનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે…!
@ દિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા
આ પણ વાંચો: અમરેલીમાં શેરીમાં આરામ કરતા કુતરાનો દિપડાએ કર્યો શિકાર, ગ્રામજનોમાં ફફડાટ
આ પણ વાંચો: અમરેલીમાં ઘરમાં ઘૂસેલા દિપડાને ટ્રાન્કિવલાઈઝર ગનથી બેભાન કરી પાંજરે પુરાયો
આ પણ વાંચો: સુરતમાં માલગાડીની ટક્કરથી દિપડાનું મોત, રહેણાંક વિસ્તારમાં દિપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ
