Kutch News:કચ્છમાં (Kutch) રાપર નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના નેતા કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, જેમ વિધાનસભામાં રાપરના મતદારોએ કોંગ્રેસને જાકારો આપ્યો તેમ નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો થશે. કુલદીપસિંહે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર સાથે વાગડમાં વર્તમાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સતત વાગડના વિકાસ માટે પ્રયત્નશીલ છે અગાઉ જ્યારે પાંચ વર્ષ સુધી કોંગ્રેસના ધારાસભ્ય હતા તેમણે પાંચ વર્ષમાં કાંઈ કર્યું જ નથી. રાપર નગરપાલિકાને પણ માત્ર બે લાખ જેટલી નજીવી ગ્રાન્ટ ફાળવી હતી કચ્છ માટે તેમણે કંઈક કર્યું જ નથી અને દર વખતે ચૂંટણી આવે ત્યારે ખોટી ખોટી વાતો ઉપજાવી મતદારોનું ચિતભ્રમિત કરતા હોય છે, બે વર્ષમાં જ વિરેન્દ્રસિંહે રાપર માટે ઘણા બધા કામો કર્યા છે.
રાપર શહેરમાં ગટર સમસ્યાના નિવારણ માટે 16 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી છે, આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ધંધુકા ડેમમાંથી પાણી પૂરું પાડવા દરખાસ્ત કરી છે. સ્વચ્છતા બાબતે આધુનિક મશીનો ફાળવાયા છે ઉપરાંત નવી 100 બેડની હોસ્પિટલ બનવા જઈ રહી છે, તાજેતરમાં જ વાગડ નહીં પરંતુ સમગ્ર કચ્છને ઉપયોગી થાય તેવા પલાસવા – ટીકર રસ્તાના પ્રિ કન્સ્ટ્રક્શન માટે મુખ્યમંત્રીને રજૂઆત કરતા 20 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, કચ્છમાંથી આવવા જવા માટે માત્ર સુરજબારી માર્ગ હતો જ્યાં ટ્રાફિકજામ કે અન્ય કોઈ સમસ્યા થાય તો લોકોને હાલાકી પડતી હતી ત્યારે વૈકલ્પિક માર્ગ તરીકે પલાસવા ટિકરનો રસ્તો ખૂબ ઉપયોગી સાબિત થશે.
સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતો ફળી છે, ભચાઉ શહેરમાં કુલ 28 નગરસેવકોની ચૂંટણી થવાની હતી પણ 50,000 ની વસ્તી ધરાવતા ગામમાં કોંગ્રેસને માત્ર 14 ઉમેદવાર મળ્યા છે જે બતાવે છે કે કોંગ્રેસનો હવે સફાયો થઈ રહ્યો છે, રાપરના મતદારો પણ વિકાસને પડખે છે અને ચોક્કસથી રાપર પાલિકામાં પણ ભાજપનો કેસરિયો લહેરાશે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: કચ્છના રાપરમાં ત્રણ બાઇક અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો: કચ્છના અંજારમાં સ્કૂલ બસને ટ્રેઈલરની ટક્કર વાગતા સર્જાયો અકસ્માત, જાનહાનિ ટળી, બાળકો સારવાર હેઠળ
@મહેન્દ્ર મારૂ
