- મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો મામલો
- ચેરમેન તરીકે અશોક ચૌધરીની નિમણૂક
- વાઈસ ચેરમેન પદે અમરત દેસાઈની નિમણૂંક
મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનાં મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, મહેસાણા દૂધ સાગર ડેરીનાં ચેરમેન તરીકે અશોક ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન પદે અમરત દેસાઇની નિમણૂંક કરવામા આવી છે.
આપને જણાવી દઇએ કે, ચેનમેન પદની ટર્મ પાંચ વર્ષની રહેશે. જ્યારે અહી વાઇસ ચેરમેનની ટર્મ અઢી વર્ષની રહેશે. જણાવી દઇએ કે, પ્રથમ અઢી વર્ષ માટે વાઇસ ચેરમેન અમરત દેસાઇ રહેશે અને બીજા અઢી વર્ષ માટે જશીબેન દેેસાઇ વાઇસ ચેરમેન બનશે. ઉલ્લેખનીય છે કે, મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ સામે આવ્યુ કે અહી મહેસાણા પરિવર્તન પેનલનો વિજય થયો છે. જે બાદથી જનમુખે કહેવાઇ રહ્યુ છે કે, હવે વિપુલ ચૌધરીનાં સામ્રાજ્યનો અંત થયો છે.
Rajkot / રાજકોટમાં પ્રથમવાર રેસકોર્સ રોડ, રૈયા રોડ અને એરપોર્ટ રોડની …
Gujarat: અરવલ્લીમાં ભાજપ નિયમો તોડી રહ્યું છે, સામાન્ય જનતા દંડ ભરી ર…
Festival: આજે વાસી ઉત્તરાયણે કેવો રહેશે પવન? શું કહે છે હવામાન વિભાગની…
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
