Dahod News/ સંજેલીની અનોખી જાન! વરરાજા કન્યા લેવા JCB પર બિરાજ્યા…

દાહોદ જીલ્લાના સંજેલી તાલુકામાં વરરાજા અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા.

Top Stories Gujarat Others Breaking News

Dahod News: દાહોદ(Dahod)ના સંજેલી(Sanjeli)માં મુવાડા ગામે વરરાજા JCB પર સવાર થઈ કન્યાના લેવા નીકળ્યા હતા. દુલ્હનને ઈમ્પ્રેસ કરવા વરરાજાએ ઘોડા, કે ફોર વ્હીલર પર જવાના બદલે જેસીબી મશીન પસંદ કર્યું હતું.

દાહોદ જીલ્લાના સંજેલી તાલુકામાં વરરાજા અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. સામાન્ય રીતે સોશિયલ મીડિયા(Social Media)માં ફેમસ થવા, ફોલોઅર્સ વધારવા જાતજાતના ગતકડાં કરતા લોકો જોવા મળ્યાં છે, પરંતુ અહીં વરરાજાને જ કદાચ અટેન્શનની જરૂર હોય તેમ દેખાઈ રહ્યું હતું. વરરાજા કમલેશ ચંદાણા લગ્નની જાણ લઈ મેથાણ ગામે ગઈ હતી. અંદાજે  ત્રણ-ચાર કિલોમીટરના અંતર માટે વરરાજાએ પોતાનો શોખ પૂરો કરવા 18 ગાડીઓનો કાફલો સાથે લઈ ગયા હતા.

વટ પાડવા થોડામાં ઘણું જેસીબી પર સવાર થઈ ગયા હતા, આ જોઈને જાનૈયાઓ, રાહદારીઓ બધા ચકિત થઈ ગયા હતા. વરરાજાના મિત્રોએ જ બે દિવસ સખત મહેનત કરી JCBને શણગાર્યુ હતું. જેમાં જેસીબીના પાવડા પર બેસી કન્યા લેવા ગયા હતા. અહીં વીડિયો (Video) જોઈને લોકો હસતા પણ જોવા મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં રેતીખનન કરનારા શખ્સો સામે કાર્યવાહી, 1 જેસીબી અને 3 ટ્રકોને જપ્ત કરી

આ પણ વાંચો:તળાવમાં માટી ખનનના કારસ્તાન સામે ગામલોકોનો હલ્લાબોલ જેસીબી-ટ્રેલરોને ભગાવ્યા

આ પણ વાંચો:અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડા, ટ્રેકટર, ડમ્પર, જેસીબી સહીત કુલ 50 લાખનો મુદામાલ જપ્ત કર્યો