Ahmedabad News : નર્સિંગ પેપર લીક મામલે નર્સીંગ યુનિયનના સેક્રેટરી વનરાજસિંહ ચૌહાણે ખુલાસો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ અંગે જણાવ્યું હતું કે, યુવાનોને મોટિવેશન આપવા માટે તેમણે મેસેજ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટાફ નર્સ ભરતીમાં તેમનો કોઈ રોલ નથી અને તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, નર્સિંગ પેપરને લઈને સો.મીડિયા મેસેજ વાયરલ થયો હતો. નર્સીંગ યુનિયન સેક્રેટરીએ સો.મીડિયામાં મેસેજ કર્યો હતો. ‘મેં જે કહ્યું એ જ પેપેરમાં આવ્યું’ તેવા મેસેજ વાયરલ છે. આ મામલે સેક્રેટરીએ વનરાજસિંહ ચૌહાણે ખુલાસો કર્યો છે. વનરાજસિંહ ચૌહાણે કહ્યું કે, યુવાઓને મોટિવેશન માટે મેસેજ કર્યો હતો, સ્ટાફ નર્સ ભરતીમાં મારો કોઈ રોલ નથી અને મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે.
આ મામલે વનરાજસિંહ ચૌહાણે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ નર્સિંગ યુનિયનના સેક્રેટરી છે અને યુવાનોને પ્રેરણા આપવા માટે તેઓ હંમેશા પ્રયત્ન કરતા રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો તેમના મેસેજનો ખોટો અર્થ કાઢી રહ્યા છે અને તેમને બદનામ કરી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે, તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે.
રવિવારે સ્ટાફ નર્સની 1903 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને આ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. આરોગ્ય કમિશ્નરે સ્ટાફ નર્સની ભરતીની પરીક્ષાની આખી પ્રક્રિયાના સંચાલનની જવાબદારી જીટીયુને સોંપી હતી. હવે તેમા ગડબડ કે કૌભાંડ સામે આવ્યું છે. પરીક્ષાની આન્સર કી જાહેર થયા પછી આ પરીક્ષામાં કૌભાંડ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કૌભાંડની વાત બહાર આવતા સ્ટાફ નર્સની પરીક્ષા આપનારાઓમાં ઉમેદવારોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. સામાન્ય રીતે જ્યારે પણ પેપર સેટ બદલાય છેત્યારે સાચા જવાબો અને વિકલ્પોની સંખ્યા પણ બદલાય છે. ચારેય પેપર સેટમાં જવાબો એબીસીડીના ક્રમમાં હોવાથી એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની સેટિંગ મનપસંદ કરવા માટે કરવામાં આવી રહી છે, જે પરીક્ષા કૌભાંડ પછી પ્રકાશમાં આવી હતી.
@ MEHUL DUDHREJIYA
આ પણ વાંચો: સ્ટાફ નર્સની પરીક્ષાને પણ ‘નર્સિંગ ટ્રીટમેન્ટ’ની જરૂર !
આ પણ વાંચો: નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં ગોલમાલની શંકા : આન્સર કીમાં જવાબોની ગોઠવણ?
આ પણ વાંચો: NTA ઑફલાઇન પેન-પેપર મોડમાં NEET UG 2025 પરીક્ષા યોજશે
