Valsad News : વલસાડમાંથી લોકોને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, આરોપીઓએ લોકોને સસ્તા સોનાની લાલચ આપી લોકોને ઠગતી ગેંગના 9 સાગરિતોને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 1 કરોડની નકલી ચિલ્ડ્રન બેંકની નોટ અને 16 લાખની રોકડ રકમ જપ્ત કરી છે.આરોપીઓએ સુરતના એક વેપારીને સસ્તા સોનાની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ તેઓએ નકલી પોલીસ બનીને વેપારીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર, વલસાડમાં સસ્તા સોનાની લાલચે લોકોને ઠગતી ગેંગ સકંજામાં આવી છે. ગેંગના 9 સાગરિતની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 1 કરોડની નકલી ચિલ્ડ્રન બેંકની નોટ સાથે આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. સુરતના વેપારીને સસ્તા સોનાની લાલચ આપી લાખો પડાવ્યાનો ખુલાસો કર્યો, લાખો રૂપિયા પડાવી નકલી પોલીસના નામે વેપારીને ડરાવ્યાનો પણ સ્વીકાર કર્યો, ભોગ બનનાર વેપારીની ફરિયાદથી ઠગાઇ કરનાર ટોળકી સકંજામાં આવી છે. આરોપીએ 6.50 લાખમાં 100 ગ્રામ સોનાની જાહેરાત આપી હતી. સોશિયલ મીડિયામાં આરોપીએ સોનાની જાહેરાત આપી હતી. વેપારીએ જાહેરાત જોઇને ઠગ ટોળકીનો સંપર્ક કર્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ ભાવનગર અને કચ્છના હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 લાખની રોકડ અને કોરા કાગળના 21 બંડલો સાથે જપ્ત કરી 9 ઇસમોની ધરપકડ કરાઈ છે.
આરોપીઓએ સોશિયલ મીડિયામાં 6.50 લાખમાં 100 ગ્રામ સોનાની જાહેરાત આપી હતી. સુરતના વેપારીએ આ જાહેરાત જોઈને આરોપીઓનો સંપર્ક કર્યો હતો અને સોનું ખરીદવા માટે તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ આરોપીઓએ વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. ઝડપાયેલા તમામ આરોપીઓ ભાવનગર અને કચ્છના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 1 કરોડની નકલી ચિલ્ડ્રન બેંકની નોટ, 16 લાખની રોકડ રકમ અને કોરા કાગળના 21 બંડલો પણ જપ્ત કર્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં 12 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: સાબરકાંઠામાં શિક્ષકે બે કલાક સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, સ્થિતિ લથડતા કર્યું આવું…
આ પણ વાંચો: જસદણમાં દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, કૌટુંબિક ભાઈની ધરપકડ
