Ahmedabad : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પત્રકાર મહેશ પ્રભુદાન લાંગાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેને અમદાવાદની મિર્ઝાપુર કોર્ટના માનનીય સ્પેશિયલ જજ (PMLA) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે 28/02/2025 સુધી 04 દિવસ માટે ED કસ્ટડી મંજૂર કરીને રિમાન્ડ મંજૂર કર્યા છે.
મહેશ લાંગા પર શેલ કંપનીઓ બનાવીને હવાલા મારફતે નાણાંની હેરાફેરી કરવાનો આરોપ છે. અમદાવાદ અને રાજકોટ પોલીસ દ્વારા અગાઉ તેમની ધરપકડ કરવામાં આવી હતી, અને તેઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ED દ્વારા મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. GST ફ્રોડ કેસમાં, 7 ઓક્ટોબરના રોજ મહેશ લાંગા અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમાં તેમના ઘરેથી 20 લાખ રૂપિયા રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા.ભાવનગર, સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, અને 220 થી વધુ બોગસ કંપનીઓ બનાવવામાં આવી હોવાનું જણાયું હતું. ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની તેમની પત્ની, પિતરાઈ ભાઈ અને સુરક્ષા ગાર્ડના નામે બનાવવામાં આવી હતી.
ED, Ahmedabad has arrested Mahesh Prabhudan Langa under the provisions of PMLA, 2002 in the case of Mahesh Prabhudan Langa & others. Mahesh Prabhudan Langa was produced before the Hon’ble Special Judge (PMLA), Mirzapura Court, Ahmedabad and the Hon’ble Special Judge (PMLA) has…
— ED (@dir_ed) February 25, 2025
તપાસમાં છેલ્લા બે વર્ષમાં 20 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જનક ઠાકોર નામના વ્યક્તિ દ્વારા મહેશ લાંગા વિરુદ્ધ છેતરપિંડી અને બદનક્ષીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ (CB) દ્વારા 8 ઓક્ટોબર 2024 ના રોજ અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે 13 કંપનીઓ અને તેમના માલિકો પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) છેતરપિંડીનો આરોપ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ નકલી બિલો દ્વારા નકલી ITC નો લાભ મેળવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. FIR માં જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં 220 થી વધુ બેનામી અને નકલી કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્રારા પણ GST ફ્રોડના અન્ય એક કેસમાં મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી છે. મહેશ લાંગાએ ઘણી વખત જામીન અરજી પણ મૂકી ચૂક્યો છે, પણ કોઈ રાહત મળી નથી.
GST ફ્રોડ કેસ મામલે ED એક્શનમાં, ગુજરાતમાં એકસાથે 23 સ્થળે દરોડા કર્યા, ‘પત્રકાર’ લાંગા સંબંધિત ઠેકાણાં પર પણ તપાસ કરવામાં આવી હતી. પત્રકાર મહેશ લાંગાની ધરપડ મામલે મોટો ખુલાસો થશે, હવે ED તપાસ કરશે. આ મામલે સરકારી અધિકારીઓ સાથે મિલીભગતનો આરોપ લગાવવામાં આવ્યો છએ. સરકારી અધિકારીઓને ઈડી સમન્સ આપે તેવી સંભાવના છે. આ કેસમાં કુલ 13 ફર્મ અને તેના પ્રોપરાઇટર્સ વિરુદ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટ છેતરપિંડી માટે કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં જીએસટી કૌભાંડના આરોપી મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ
આ પણ વાંચો: મહેશ લંગાની મુસીબત વધી, છેતરપિંડીના કેસમાં હવે FIR; જાહેરાત કંપનીના માલિકે શું લાદ્યું?
આ પણ વાંચો: GST કૌભાંડમાં વધુ 5 ભેજાબાજોની ભાવનગરથી કરાઈ ધરપકડ
