GST Scam/ GST કૌભાંડમાં વધુ 5 ભેજાબાજોની ભાવનગરથી કરાઈ ધરપકડ

રાજ્યભરમાં બહુચર્ચિત GST કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવનગરમાંથી વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે

Gujarat Others Breaking News
Purple white business profile presentation 2024 10 24T140339.020 GST કૌભાંડમાં વધુ 5 ભેજાબાજોની ભાવનગરથી કરાઈ ધરપકડ

GST Scam: રાજ્યભરમાં બહુચર્ચિત GST કૌભાંડ (GST scam )માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવનગર (bhavnagar)માંથી વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ પર લીધા છે. હજુ પણ 50 શંકાસ્પદ પેઢીઓ તંત્રના ધ્યાને આવી છે અને આ પેઢીઓ કોણે બનાવી તે અંગે તપાસ ચાલી રહી છે.

ધ્રુવી એન્ટરપ્રાઈઝ નામની પેઢી નકલી દસ્તાવેજો સાથે રજીસ્ટર કરવામાં આવી હતી અને GST નંબર મેળવીને કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ મેળવવાના ઉદ્દેશ્ય સાથે અન્ય 12 સંકળાયેલી કંપનીઓને નકલી બિલ મોકલવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા આ અગાઉ એજાજ માલદાર, અબ્દુલકાદર કાદરી, ફૈઝલ શેખ, ઈરફાન જેઠવા, જીગ્નેશ દેસાઈ, પરેશ ડોડીયા, મહેશ લાંગા અને જ્યોતિષ ગોંડલીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામના રિમાન્ડ દરમિયાન પોલીસને મળેલી માહિતીના આધારે આ કેસમાં વધુ લોકોની સંડોવણી બહાર આવી હતી, અને તે મુજબ આદિલ ખોખર ઉર્ફે એડી, કાદર ખોખર ઉર્ફે નાવડી, અકીલ પઠાણ, શાહરૂખ રંગરેજ, અને સરફરાજ ચૌહાણ આ તમામની ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

પકડાયેલા લોકો પાંચથી પંદર હજાર રૂપિયામાં બોગસ દસ્તાવેજના આધારે રજીસ્ટર કરાવવામાં આવેલી કંપનીઓ ખરીદી અને 25 થી 50 હજાર રૂપિયામાં વેચી મારતા હતા. ઉપરાંત તેઓએ 50થી વધુ બોગસ કંપનીઓ ખોલી હોવાની વિગત પણ પ્રાથમિક રીતે ધ્યાને આવી હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું.

ભાવનગરમાં તપાસનો ધમધમાટ યથાવત ​​​​​​​તાજેતરના GST કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે પૈકી નવ આરોપીઓ ભાવનગરના છે. આ ઉપરાંત વધુ ભેજાબાજો આ કૌભાંડમાં સામેલ હોવાની શંકાના આધારે ભાવનગરમાં સતત તપાસનો ધમધમટા ચલાવવામાં આવી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:GST ફ્રોડ કેસમાં EDની કાર્યવાહી,23 સ્થળો પર EDના દરોડા

આ પણ વાંચો:અમદાવાદમાં CGST ઈન્સ્પેક્ટર 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

આ પણ વાંચો:સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં બમ્પર ઉછાળો, 6.5 ટકા વધીને રૂ. 1.73 લાખ કરોડ થયો