Vadodara News : વડોદરામાં એક સગીરા પર વૃધ્ધે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. આ અંગે વૃધ્ધ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને આરોપી વૃધ્ધની ધરપકડ કરી હતી. બીજીતરફ આરોપી ઝડપાતા ઉશ્કેરાયેલા સ્થાનિકોએ વૃધ્ધને મેથીપાક ચખાડ્યો હતો. આ બનાવમાં ગોરવા પોલીસે આરોપી અશોક પરમારની ધરપકડ કરી છે.
આ સમગ્ર મામલે SP આર.ડી.કવાએ માહિતી આપી હતી. જેમાં આરોપી અશોક પરમાર સામે પોકસો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. ભોગ બનનાર પીડિતા 16 વર્ષની છે અને ધો.12 માં અભ્યાસ કરતી હતી.
આરોપી સગીરાની નજીકમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં સાયન્ટિફિક ઢબે તપાસ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો:નવસારીના બીલીમોરામાં ચૂંટણીના પરીણામ બાદ બબાલ
આ પણ વાંચો:નવસારીમાં ખાળકુવો બનાવતા બે મજૂરો ખાળકુવામાં ફસાયા
આ પણ વાંચો:નવસારીમાં તંત્રની બેદરકારીએ વૃદ્ધનો જીવ લીધો
