Gujarat Weather forecast/ માર્ચમાં આકરી ગરમી માટે રહેજો તૈયાર!, શિયાળાની હવે વિદાય

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : રાજ્યમાં શિયાળો હવે વિદાય તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગે શિયાળાની વિદાયના સંકેત આપ્યા છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. વેસ્ટ રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતાં ગરમીનું પ્રમાણ વધશે.

મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગે શિયાળાની વિદાયના સંકેત આપ્યા છે. , હવામાન વિભાગના ડાયરેકટર એ.કે. દાસે જણાવ્યું કે, રાજ્યમાં શિયાળો હવે વિદાય તરફ વર્યો છે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વર્તાઈ રહી છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થશે. વેસ્ટ રાજસ્થાનમાં લૉ પ્રેશર સક્રિય થતા રાજ્યમાં ગરમી વધશે. લોકોએ માર્ચમાં આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.

India in for drier, hotter summer | Latest News India - Hindustan Times

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, “રાજ્યમાં શિયાળો હવે વિદાય તરફ છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે અને ગરમીનું પ્રમાણ વધશે.” અમદાવાદ શહેરમાં આજે 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

IMD ની આગાહી મુજબ, માર્ચનો બીજો સપ્તાહ તીવ્ર ગરમીની શરૂઆત માટે જવાબદાર રહેશે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાત્રિ દરમિયાન પણ ગરમીનું મોજું ચાલુ રહેશે કારણ કે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ઊંચું રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગરમીના મોજાની અસરને કારણે તીવ્ર ગરમીનો અનુભવ થઈ શકે છે.

More heatwave days in parts of Maharashtra in 2024 as India to see warmer  start to

બીજા અઠવાડિયાથી એટલે કે 7 માર્ચ પછી, મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ અલગ હોઈ શકે છે. ગુજરાતના રહેવાસીઓને આગામી દિવસોમાં ગરમીની તીવ્ર અસર માટે તૈયાર રહેવા વિનંતી કરવામાં આવી છે. 2025નો ઉનાળો તાજેતરના વર્ષોમાં સૌથી ગરમ સાબિત થવાની સંભાવના છે, જેના માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ભયની ચેતવણીઓ સાથે ચેતવણીઓ પણ જારી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં વધતી ગરમી, દરિયાકાંઠે ભેજનું પ્રમાણ વધ્યું

આ પણ વાંચો: ગુજરાત માટે મહાશિવરાત્રિ પર IMD નું યલો એલર્ટ : તીવ્ર ગરમીની ચેતવણી

આ પણ વાંચો: દિલ્હી-યુપીમાં ગરમીનો પ્રકોપ, બિહારમાં વરસાદની ચેતવણી, જાણો હવામાન અપડેટ