Bhavnagar News/ ભાવનગરમાં શર્મસાર કરતી ઘટના, માતાએ નવજાત બાળકીને તરછોડી દીધી!

આવો જ એક કિસ્સો ભાવનગર શહેરમાં બન્યો છે. 

Top Stories Gujarat Others

Bhavnagar News: ભાવનગર(Bhavnagar)માં વધુ એકવાર માતાની મમતાને દાગ લાગ્યાની ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ભાવનગર શહેરમાં ડી-માર્ટ પાસેથી નવજાત બાળકી મળી આવતા પોલીસે બાળકીના માતાપિતાને શોધવા તપાસ શરૂ કરી છે.

ફૂલ જેવી માસૂમ બાળકીને તરછોડી દેવાના કેટલાયે કિસ્સાઓ સામે આવતા હ્રદય દ્રવી ઉઠે છે. એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાઓ, ક્ન્યાના શિક્ષણ માટે માતબર રકમ ફાળવે છે, તો બીજી બાજુ નવજાત બાળકીને તરછોડી દેવાના કિસ્સા સામે આવી રહ્યા છે.

આવો જ એક કિસ્સો ભાવનગર શહેરમાં બન્યો છે.  ભાવનગરમાં વધુ એકવાર માંની મમતાને દાગ લાગ્યો છે. શહેરના ડી-માર્ટ પાસેથી બાવળની કાંટાળી વાળમાંથી નવજાત બાળકી મળી આવી છે. બાળકીને અવાવરું જગ્યામાં ફેંકી નિષ્ઠુર જનેતા ફરાર થઈ ગઈ છે. વહેલી સવારે રાહદારીને ધ્યાને આવતા 108ને બોલાવી હતી. 108 દ્વારા બાળકીને સર. ટી. હોસ્પિટલ ખસેડવામાં આવી છે. નવજાતને તરછોડવાની અગાઉ પણ અનેક ઘટના બની છે. ભાવનગર પોલીસે બાળકીના માતા-પિતાને શોધવા તપાસ હાથ ધરી છે. નવજાત બાળકીને કોણ મૂકી ગયું હશે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેને તાત્કાલિક સારવાર માટે દવાખાનામાં ખસેડાઈ છે.

અગાઉ અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 6 પર લોકશક્તિ ટ્રેનના ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બાળકીને એમ્બ્યલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જનરલ ડબ્બામાં બેગમાંથી બાળકી મળી આવતા તેના માતા-પિતા કોણ છે અને તેને અહીં કોણ લાવ્યું તેની પોલીસ તપાસ થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર માસૂમને તરછોડી દેવાનો કિસ્સો, ટ્રેનના ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવી

આ પણ વાંચો:કતારગામમાં નવજાત બાળકીને ત્યજી દેવાઈ, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકી

આ પણ વાંચો:અરવલ્લીઃ નવજાત બાળકી મળી આવી, મમતાને શર્માવતી એક બીજી ઘટના