Junagadh News: PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમણે રવિવારે જામનગરના વંતારાની મુલાકાત લીધી હતી. જે બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા. જ્યાં તેમણે નિયત વિધિ મુજબ મંદિરમાં સોમનાથ દાદાના દર્શન, પૂજા અને આરતી કરી. આ પછી તેઓ સાસણ પહોંચ્યા હતા. જ્યાં સોમનાથ પછી, સાસણમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા.

PM હેલિકોપ્ટર દ્વારા સોમનાથથી સાસણ ગીર (Sasan Gir) પહોંચ્યા હતા. સાસણ ગીર ખાતે PM નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમનું સ્વાગત વન અને પર્યાવરણ મંત્રી મુલુ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત અધ્યક્ષ હરીશ ઠુમર, મુખ્ય સચિવ પંકજ જોશી, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયા, એસપી ભગીરથસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે સિંહ જોવા માટે રવાના થયા છે. સિંહને જોવા માટે પ્રધાનમંત્રીનો કાફલો ભંભાફોળ નાકાથી સિંહના દર્શન માટે પ્રવેશ્યા છે. તેઓ રૂટ નંબર બે પરથી ખુલ્લી જિપ્સીમાં સિંહને નિહાળશે.

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે સાસણના સિંહ સદન ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની (National Wildlife Board) સાતમી બેઠક યોજાવાની શક્યતા છે. સાસણ ગીરની મુલાકાત લીધા પછી રાજકોટ જશે, જ્યાંથી તેઓ દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો:PM મોદી વનતારા પહોંચ્યા, 3000 એકરના ગ્રીનબેલ્ટમાં ફેલાયેલું છે રેસ્ક્યૂ સેન્ટર
આ પણ વાંચો:ગુજરાતે એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે કર્યા મજબૂત પ્રયાસો, વિઝન 2047ને સાકાર કરાશે
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદીના આગમનના પગલે SPG કમાન્ડો ગોઠવાયા, કડક બંદોબસ્ત
