Ahmedabad News/ ગટરની સફાઈ કરવા ઉતરેલા શ્રમિકનું ગૂંગળામણના કારણે મોત, પોલીસ ઘટનાસ્થળે પહોંચી શરૂ કરી તપાસ

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમા શ્રમિકને ગટર સફાઈ માટે બોલાવી ગટર લાઈન સાફ કરવા ઉતરતા ગૂંગળામણના કારણે મોત થયું.

Top Stories Ahmedabad Gujarat

Ahmedbad News : અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં સુભાષ પાર્ક પાસે એક દુ:ખદ ઘટના બની હતી. અહીં ગટરની સફાઈ કરવા ઉતરેલા એક શ્રમિકનું ગૂંગળામણના કારણે મોત થયું હતું. આ ઘટના સાંજે 6 વાગ્યા પછી બની હતી, જ્યારે શ્રમિક ગટર લાઇન સાફ કરવા માટે ગટરમાં ઉતર્યો હતો.

મળતી માહિતી મુજબ, એક ખાનગી સોસાયટી દ્વારા આ શ્રમિકને ગટરની સફાઈ માટે બોલાવવામાં આવ્યો હતો. શ્રમિક ગટરમાં ઉતર્યા બાદ ગટરમાં રહેલા ઝેરી ગેસના કારણે શ્વાસ રૂંધાતા તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગટરની સફાઈ માટે કોઈપણ વ્યક્તિને ગટરમાં ઉતારવા પર મંજૂરી આપવામાં આવતી નથી. તેમ છતાં ખાનગી સોસાયટી દ્વારા એક વ્યક્તિને ગટરમાં ઉતારવામાં આવ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હતી. આ ઘટનાએ ગટરની સફાઈ દરમિયાન સલામતીના નિયમોના પાલન અંગે સવાલો ઉભા કર્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી

આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ