Rajkot News : એટીકેટી માટેના લેટ ફોર્મ ભરવા માટે એક યુવક પાસેથી પાંચ હજારની લાંચ લેતા રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ કચેરીના ક્લાર્કની એસીબીએ ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરીયાદી પોતે અભ્યાસ કરે છે અને પોતાને સેમેસ્ટર-૬ નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું શરત ચૂકથી રહી ગયું હતુ.
આ સેમેસ્ટર-૬ નું લેટ ફોર્મ ભરવા માટે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ કચેરી હિરેન જગદીશભાઈ પદવાણી, ક્લાર્ક(કરાર આધારિત) ફરિયાદી પાસે ગેરકાયદેસર રૂા.૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને આધારે એસીબીના અધિકારીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિક્ષા વિભાગ કચેરી ખાતે જાળ બિછાવીને પાંચ હજારની લાંચ લેતા હિરેન પદવાણીને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ
આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી
