Ahmedabad News : દેવાયત ખવડની કારમાં તોડફોડ કરનારા આરોપીના આગોતરા જામીન કોર્ટે મંજુર કર્યા છે. જેને પગલે દેવાયત ખવડને આંચકો લાગ્યો છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડની કારમાં તોડફોડ અને લૂંટના કેસમાં આરોપી ભગવતસિંહ ચૌહાણને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટથી રાહત મળી છે. કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી શરતોને આધારે સ્વીકારી છે. અત્રે જણાવીએ કે, સનાથલ પાસેના પ્રોગ્રામને લઈ ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં દેવાયત ખવડની કારના ડ્રાઈવર સાથે બોલાચાલી અને કાર પર હુમલાની ફરિયાદ નોંધાઈ હતી.
જે કેસમાં કોર્ટે પુરાવાઓ સાથે ચેડાં ન કરવા સહિતની શરતોને આધીન આરોપી ભગવતસિંહ ચૌહાણના જામીન અરજી મંજૂર કરી છે.લોકસાહિત્યકાર દેવાયત ખવડની કાર પર તાજેતરમાં હુમલા અંગે લોકકલાકાર દેવાયત ખવડ અને તેના ડ્રાઇવર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. સાથો સાથ દેવાયત ખવડે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પોતાના ડ્રાઇવરને આખો દિવસ બેસાડી રાખવામાં આવ્યા છતા ચાંગોદર પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ મુક્યો હતો. આ સાથે કારના કાચ તોડી ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
જ્યારે તેમના ડ્રાઇવર કાનભાઇએ કહ્યું હતું કે, સનાથલ ભગવત સિંહને ત્યાં ડાયરો હતો અને રસ્તામાં ભગવતસિંહ,રામભાઈ, ધ્રુવરાજસિંહ અને બ્રિજરાજસિંહ સહિતના શખ્શોએ ગાળાગાળી કરી હતી તથા હુમલો કરીને કાર અને 5 લાખ રોકડ ટોળકીએ જપ્ત કર્યા હોવાનો તથા પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કર્યો છે.સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ ઓડિયો ક્લિપમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને આયોજક ભગવતસિંહ વાત કરી રહ્યા છે.
ઓડિયો ક્લિપની શરૂઆતમાં ભગવતસિંહ ખવડને કહી રહ્યા છે કે, શું મે કર્યું છે ભાઈ ? જેના જવાબમાં દેવાયત ખવડ કહે છે કે, મારી ગાડીનો કાચ ફોડ્યો, મારે કલાક કદાચ મોડું થયું, મે પૈસામાં નહીં પણ સંબંધમાં હા પાડી, અને તમે ગાડી આડી ઊભી રાખી અને ગાડીની ચાવી લઈ લીધી. આ દરમિયાન આયોજક કહે છે કે, મારા બે લવ કુશના સોંગધ જો હું એવું હલકું કૃત્ય કરતો હોય તો… આ તરફ ખવડ કહે છે કે, તમારો ભત્રીજો હારે હતો, તમે થાર આડી ઊભી રાખી દીધી, તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી. હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો, હવે તમે તૈયારીમાં ન રહો તો માતાજીના સમ છે.
આ સાથે દેવાયત ખવડે કહ્યું, મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજને બોલાવ્યો… આ થાર કોની છે ? રામ ભાઈની છે ને થાર … તમે અત્યારે આબરૂ કોની કાઢી ? જેના જવાબમાં આયોજક કહે છે કે, ભાઈ તમે કહો એની સોગંધ જો કાચ તોડ્યો હોય તો.. આ તરફ ખવડ કહે છે કે, ભગવત સિંહ કાચ ફોડી નાખ્યો અને ગાડી મારી લઈ લીધી અને છેક ટોલનાકેથી ગાડી પાછી લઈ ગયા.. તમે દેવાયત ખવડની ગાડી પાછી લઈ ગયા. હું કાઠી દરબાર છું.
આ સાથે ખવડ કહી રહ્યા છે કે, હું કલાક મોડો પડ્યો… મે તમારે ત્યાં આવી ને તો ખાધું.. હું હલકો થોડી છું. અને કદાચ મારે મોડું થયું તો તમારે એમ કહેવાનું હતું કે, દેવાયત ભાઈ હું વાટે બેઠો તમે આવો ગમે તેટલા વાગે.. આ તરફ આયોજક કહે છે કે, કેટલા ફોન કર્યા મે.. તો દેવાયત ખવડ કહે છે કે, હું ગાવા બેઠો હતો મારા છોકરાની સોગંદ. હું નીકળ્યો 150-150 ગાડી હાંકૂ છું ડિફેન્ડર. મેઘરાજસિંહ નો ફોન આવ્યો તો પણ મે કીધું હું પહોંચું છું અસલાલી આવ્યો. આ તરફ છેલ્લે આયોજક કહે છે કે, પતિ ગયું ને હવે તમારે શું કરવાનું છે ? જેના જવાબમાં દેવાયત ખવડ કહે છે કે, મારે બાજવાનું છે. એ ગાડી પડી.. આપડે લડી લેશું બે ભાઈ….મારે નથી ગાડી જોઈતી. જે બાદમાં ખવડ આયોજકને કહે છે કે, તમે તૈયારીમાં રહેજો ફૂલ.
આ પણ વાંચો:રીવામાં બંધકને મારવામાં આવ્યો માર, પછી પોલીસ પર થયો હુમલો, ASIનું થયું મોત
આ પણ વાંચો:ગારીયાધારના યુવક પર 3 સિંહે કર્યો હુમલો, યુવકનું કમકમાટિભર્યું મોત
આ પણ વાંચો:ભાવનગરમાં મહિલા પર સિંહે હુમલો કરતા મહિલાની હાલત ગંભીર
