Ahmedabad News/ વસ્ત્રાલ આરોપીઓ મામલે, અરજી યોગ્ય નહીં હોય તો ભરવો પડશે મોટો દંડ,1 આરોપી HCમા કરી રજૂઆત, 15 દિવસનો અપાયો સમય: ગુજરાત હાઈકોર્ટ

જો અરજી બદઈરાદાવાળી હશે તો દંડ ફટકારવામાં આવશે. 

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં વસ્ત્રાલમાં હોળીની રાત્રિએ અસમાજીક તત્વોએ મચાવેલા આતંક બાદ અમદાવાદ પોલીસે (Ahmedabad Police) સખ્ત કાર્યવાહી કરી હતી. આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવતા આરોપીઓનો પરિવાર ઘર વિનાનો થઈ જતાં રસ્તે રઝળી પડ્યાં હતા. અમદાવાદ પોલીસનું આવું વર્તન જોઈ અરજદારે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt)માં અરજી કરી હતી. રિટ (Writ)માં અદાલતે કહ્યું કે જો અરજી બદઈરાદાવાળી હશે તો દંડ ફટકારવામાં આવશે.

વસ્ત્રાલની ઘટનાનાં પડઘા બાદ સરકારે આ રિટનો વિરોધ કર્યો છે. આરોપી તરફથી કરાયેલ રિટમાં સુનાવણીમાં સરકારે વિરોધ દર્શાવ્યો હતો. સરકારી વકીલે કહ્યું કે, રાજ્યના શહેરો સુરક્ષિત હોવા જોઈએ, કોઈ પણ પ્રકારના આતંકને સરકાર ચલાવી નહીં લે. સરકારે 100 કલાકમાં કાયદો-વ્યવસ્થા સામે ઊભા થનારા સામે કડક કાર્યવાહી કરવા મેદાને ઉતરી છે. અસમાજીક તત્વોના દૂષણને ડામવા સરકાર કટિબદ્ધ જણાઈ રહી છે.

આજે આ મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે AMCની નોટિસનો જવાબ આપી દેવામાં આવ્યો છે. મકાનના કબજેદારો 1957થી રહે છે. પરંતુ જરૂરી કાગળિયાં AMC સમક્ષ રજૂ કરવા નિયમો મુજબ 15 દિવસનો સમય આપવો પડે. સરકારી વકીલે જણાવ્યું હતું કે નકશા સાથે નોટિસ આપવામાં આવી છે કે, આટલું બાંધકામ અનધિકૃત છે. અમે નોટિસ મળ્યેથી 15 દિવસનો સમય આપવા તૈયાર છીએ.

હાઇકોર્ટે હુકમમાં નોંધ્યું હતું કે, અરજદારની રજૂઆત હતી કે અનધિકૃત બાંધકામ અંગે જે નોટિસ અપાઈ છે, જેમાં અરજદારોને જરૂરી કાગળિયાં રજૂ કરવા માટે નિયમો મુજબ સમય જોઈએ છે. માત્ર ત્રણ દિવસનો સમય આપવો અને અનધિકૃત બાંધકામ શેનું છે. તેના ખુલાસા વગરની નોટિસ ગેરકાનૂની છે. સામે સરકારી વકીલે નોટિસ મળેથી રજૂઆત માટે અરજદારોને 15 દિવસનો સમય આપવામાં આવશે. એટલે હવે આ અરજીનો નિકાલ કરવામાં આવશે. અરજદારોને સાંભળવાની તક આપવામાં આવશે.

સરકાર આવા આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવશે તેવો ડર પેદા કરવામાં આવી રહ્યો છે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. રાજ્ય સરકાર સાથે પોલીસ અને પ્રશાસને પણ દૂષણને દૂર કરવા હાથ મિલાવ્યાં છે. અદાલતે ચેતવણી આપતા કહ્યું કે અરજી યોગ્ય નહીં લાગે તો ભારે દંડ ચુકવવો પડશે. ગુજરાતમાં સરકાર, પોલીસ અને પ્રશાસને ઘણા સમય બાદ કાયદો-વ્યવસ્થા (Law & Order) જળવાઈ રહે તે દિશામાં મોટી કાર્યવાહી શરૂ કરી છે. આબાલ-વૃદ્ધ, નાની બાળકીઓથી લઈ વૃદ્ધાઓ સાથે થતાં અત્યાચારોએ ગુજરાત રાજ્યની છબી ખરડી છે. અમદાવાદ (Ahmedabad)ના વસ્ત્રાલમાં કાયદા-વ્યવસ્થાના જે પ્રકારે લીરેલીરાં ઉડ્યાં હતા, તે જોતાં ગુજરાત રાજ્ય પોલીસ વડા (DGP) એક્શનમાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે મચાવ્યો હોબાળો

આ પણ વાંચો:અમદાવાદના નિકોલમાં ગરબામાં ગુંડાગીરી, અસામાજિક તત્વોનો આતંક

આ પણ વાંચો:અમદાવાદના 15 MLA અસામાજિક તત્વોના ત્રાસ મામલે શું કહે છે ? જ્યાં પરપ્રાંતિયો વધુ છે ત્યાં બનાવો બને છે