Gandhinagar : ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ બનાસકાંઠા,અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં વીજ પુરવઠો મળી રહે તે માટે ફીડર માટે મહત્વની માહિતી આપી હતી. રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને પૂરતા દબાણથી વીજ પુરવઠો મળી રહે તે માટે હયાત ફીડરનું વિભાજન કરવું જરૂરી છે. ખેડૂતોના હિતમાં રાજ્યમાં જરૂરિયાત મુજબ આ હયાત ફીડરનું વિભાજન કરીને નવા ફીડર નાખવામાં આવે છે.
તેને કહ્યું કે, બનાસકાંઠા,અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં તા. 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં હયાત ફીડરમાંથી વિભાજન કરીને રૂ. 29.17 કરોડના ખર્ચે કુલ 177 નવા ફીડર નાખવા – કાર્યરત કરવામાં આવ્યા છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં વિવિધ ધારાસભ્યઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
રાજ્યના ઊર્જા મંત્રી દેસાઈએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,જ્યારે વીજ ભાર વધે ત્યારે હયાત ફીડરનું વિભાજન કરીને નવી ફીડર નાખવું પડે છે. આ નવીન ફીડર શરૂ કરવાથી ખેડૂતોને સિંચાઈ માટે વિક્ષેપ વિના વીજળી મળી રહેવાની સાથે વીજ ખર્ચ પણ ઘટે છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં રૂ.17.40 કરોડના ખર્ચે 119 નવા ફીડર, અરવલ્લી જિલ્લામાં રૂ. 2.47 કરોડના ખર્ચે 18 નવા ફીડર તેમજ મહેસાણા જિલ્લામાં રૂ. 9.30 કરોડના ખર્ચે 50 નવા ફીડર શરૂ કરવામાં આવ્યા છે તેમ મંત્રી દેસાઈએ ગૃહમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં
