Gujarat News/ સુનિતા વિલિયમ્સની વાપસી પર ગુજરાતનાં આ નેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુનિતા વિલિયમ્સને અભિનંદન પાઠવ્યા હતા.જેમાં તેમણે કહ્યું કે, મહેસાણાની દીકરીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. સુનિતા વિલિયમ્સ પાસે 9 મહિનાનો અવકાશનો અનુભવ છે.

Top Stories Gujarat

Gujarat News: છેલ્લા ઘણા સમયથી બધા સુનિતા વિલિયમ્સના (Sunita Williams) ધરતી પર પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે સુનિતા વિલિયમ્સના પાછા આવ્યા બાદ બધાએ રાહતનો શ્વાસ લીધો છે.ત્યારે આ આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓ કહે છે કે સુનિતા વિલિયમ્સના ધરતી પર પાછા ફરવાથી દેશમાં ખુશીનો માહોલ છે. ગુજરાતની દીકરી ધરતી પર પાછી આવી છે.

લાંબા સમય સુધી અવકાશમાં રહ્યા બાદ તે પૃથ્વી પર પરતફરી છે. જ્યારે તેઓ પૃથ્વી પર પરત ફર્યા ત્યારે હું ખુબજ  આનંદનો અનુભવ કરી રહ્યો છું. અને ભગવાન સુનીતા વિલિયમ્સની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહી આ વાત 

એટલુજ નહીં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુનિતા વિલિયમ્સને અભિનંદન પાઠવ્યા હતા.જેમાં તેમણે કહ્યું કે, મહેસાણાની દીકરીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. સુનિતા વિલિયમ્સ પાસે 9 મહિનાનો અવકાશનો અનુભવ છે, સુનિતા વિલિયમ્સ વિશ્વભરની છોકરીઓ માટે પ્રેરણારૂપ છે. આ ઉપરાંત સુનીતા વિલિયમ્સ અને તેની ટીમ હર્ષ સંઘવીએ પણ આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યું નિવેદન  
<

p style=”text-align: justify;”>

આ સાથેજ સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સુનીતા વિલિયમ્સ 9 મહિના સુધી અંતરિક્ષમાં રહ્યા બાદ પરત આવી છે. તેમણે નારીશકિતના સાહસનો સંદેશ વિશ્વને આપ્યો છે. ત્યારે આ અવસર પર વિશ્વના તમામ લોકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રીએ તેમની વહાલી દીકરી કલ્પના ચાવલાને પણ યાદ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર રોમાંચક રીતે પરત થશે, તે ડ્રેગન અવકાશયાનમાં ઘરે પરત ફરશે

આ પણ વાંચો:જાણો પૃથ્વી પર ક્યારે આવશે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર

આ પણ વાંચો:સુનિતા વિલિયમ્સની વિદ્યાર્થી સાથે વર્ચ્યુઅલ વાતચીત, કેવી રીતે અંતરિક્ષમાં પીવે છે પાણી આપ્યો જવાબ