Aravalli News: ભાજપ શાસિત અરવલ્લી જિલ્લા પંચાયતમાં DDO અને જિલ્લા પંચાયત સભ્યો વચ્ચે આંતરિક ડખો થઈ રહ્યો છે. જિલ્લા પંચાયત સભ્યો DDO દીપેશ કેડિયા પર ભાજપના જિલ્લા પંચાયત સભ્યો સાથે સંકલન ન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમજ 27 માર્ચે યોજાનારી સામાન્ય સભા રદ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેમજ બજેટ માટે યોજાનારી સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવશે.

જિલ્લા પંચાયતના સભ્યો DDOને મળ્યા અને તેમને આ બાબતની લેખિતમાં જાણ કરી. તમામ સભ્યો જિલ્લા પંચાયતના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરશે. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન અને સભ્યો બધી સભાઓનો બહિષ્કાર કરશે. આ ઉપરાંત, જિલ્લા પંચાયતના સભ્યોએ બદલીઓ સહિત અન્ય કામોમાં સંકલનનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો છે.
અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકા ડામોરે બળાપો વ્યક્ત કર્યો અને કહ્યું કે જિલ્લા પંચાયતના DDO દિપેશ કેડિયા સભ્યો સાથે કોઈપણ રીતે સંકલન કરી રહ્યા નથી. તેથી અમે આગામી સામાન્ય સભાનો બહિષ્કાર કરી રહ્યા છીએ. અમે ભવિષ્યની કોઈપણ સામાન્ય સભામાં હાજરી આપીશું નહીં. અમે નજીકના ભવિષ્યમાં યોજાનાર જિલ્લા પંચાયતના કોઈપણ સરકારી કાર્યક્રમમાં હાજરી આપીશું નહીં.

અરવલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, “આજે અમે બધા પ્રમુખો, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખો અને સભ્યો મળ્યા હતા અને બજેટ બેઠક તરીખ 27મી તારીખે યોજાવાની છે. તે રદ કરવી જોઈએ. ઉપરાંત, અમારા સભ્યો, પ્રમુખ અને ચેરમેન જિલ્લા પંચાયતના કર્મચારીઓ સાથે સંકલન કરતા નથી, ન તો કોઈ ટ્રાન્સફરમાં કે અન્ય કોઈ બાબતમાં. જેના કારણે અમે આ બેઠક મુલતવી રાખી છે. અને બધાએ નિર્ણય લીધો છે કે પ્રમુખ, ચેરમેન કે સભ્યો જિલ્લા પંચાયતના કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેશે નહીં.”
આ પણ વાંચો:અરવલ્લીમાં પંચાયતની ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા શિક્ષકનું મોત
