Big Boss 11ના છેલ્લા વિકેન્ડ ના વારમાં ઘરના કોન્ટેસ્ટન્ટ્સ અને તેમના અભિપ્રાય વચ્ચે યુદ્ધ જોવા મડ્યું હતું. જો કે સલમાન ખાન ક્યારેય તેના ફેન્સને એન્ટરટેઇન કરવામાં નિષ્ફળ નથી રહ્યા. સલમાન વિકેન્ડના વારમાં દર્શકોને વિકાસ ગુપ્તા અને શિલ્પા શિંદે વચ્ચેના વિવાદથી એન્ટરટેઇન કરે છે .
સલમાને લક્ઝરી ટાસ્ક વિશે ઘરવાળાઓને પૂછ્યું અને શા માટે તેમને ટાસ્કની સૂચનાઓ સમજવામાં મુશ્કેલી પડી હતી. સલમાને ઘરવાળાને પૂછ્યું હતું કે ટાસ્કમાં સૌથી ખરાબ કલાકાર કોણ હતું. જેમાં ઢીંચાક પૂજાનું નામ સામે આવ્યું હતું. શોમાં આગળ વધતા ગોલમાલ અગેઇન ટીમ સ્ટેજમાં પ્રવેશી. ટીમેં આ શોમાં બીજી વાર મુલાકાત લીધી હતી. અજય દેવગન અને અન્ય સ્ટાર્સ ગોલમાલની સફળતાની ઉજવણી કરતા નજર આવે છે. આ એપિસોડ સમાપ્ત થતાં પહેલાં સલમાને આકાશ, સપના, શિલ્પા અને વિકાસને આ અઠવાડિયે સેફ જાહેર કર્યા હતાં.
