Gandhinagar News: ગુજરાત પોલીસ વિભાગે 49 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-3 ને પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-2 ના પદ પર બઢતી આપી છે. ગુજરાત પોલીસ વિભાગે એક આદેશમાં આ માહિતી આપી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 49 PSI ને PI પદ પર બઢતી આપવામાં આવી છે.
રાજ્ય પોલીસ દળમાં 33 PSI પછી DGP વિકાસ સહાયે વધુ 49 PSI ને PI તરીકે બઢતી આપવાનો આદેશ આપ્યો છે. જેમાં મોરબી, પોરબંદર, બનાસકાંઠા, સુરત, બનાસકાંઠા, કચ્છ સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) વર્ગ-3 ના પોલીસ કર્મચારીઓને બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વર્ગ-2 ના પદ પર બઢતી આપવામાં આવી છે. આ બઢતી સાથે, તમામ 49 પોલીસ કર્મચારીઓના પગાર ધોરણમાં વધારો થશે.


આ પણ વાંચો:અમદાવાદ CP નો આકરો મિજાજ : શહેરના 28 PIની કરી આંતરિંક બદલી
આ પણ વાંચો:હિટ એન્ડ રન મામલે પોલીસ કમિશનરની આકરી પ્રતિક્રિયા, ગેરશિસ્ત ભરેલી કામગીરી માટે 3 ASIની બદલી
