Rajkot News: રાજકોટ (Rajkot) શહેરમાં ઈન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ પર થયેલ અકસ્માત (Accident)માં સત્તાપક્ષનાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાની ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે. 4 નિર્દોષ લોકોનાં મોત પાછળ આખરે જવાબદાર કોણ છે તે દિશામાં રાજકોટ પોલીસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
રાજકોટ (Rajkot) સિટી બસના ડ્રાઈવર દ્વારા સર્જાયેલા અકસ્માતમાં ભરતી કરાયેલ ડ્રાઈવરની જવાબદારી ભાજપનો પૂર્વ કાર્યકર સંભાળતો હતો. સાથે મહામંત્રી, વહીવટદાર, સિટી એન્જિનિયરની ભૂમિકા પણ મહત્વની છે તેમ લોકમુખે ચર્ચા થઈ રહી છે. રાજકોટ (Rajkot) મનપાએ સિટી બસનું સંચાલન કરતી PMI કંપનીના બિલનું સ્ટોપ પેમેન્ટ કર્યું છે. માહિતી અનુસાર 8 કરોડ રૂપિયા ડિપોઝીટ અને 22 કરોડ જેટલા રૂપિયાનું બિલ અટકાવી દઈ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર PMI કંપનીનો પેટા કોન્ટ્રાક્ટ મેળવવા અંદાજીત સાત મહિના પહેલા શહેર ભાજપના પૂર્વમહામંત્રી વિક્રમ ડાંગરને લઈ આજી ડેમ નજીક અધિકારીઓને મળ્યાં હતા. જેમાં અધિકારીને કહ્યું હતું કે, હું જાહેર જીવનમાં હોવાથી કોન્ટ્રાક્ટમાં મારૂં નામ નહીં હોય, પરંતુ વિક્રમ ડાંગરનું નામ હશે. વિક્રમ ડાંગરને સુપરવાઈઝર બનાવવામાં આવ્યો હતો. ઉપરાંત સિટી એન્જિનિયર પર પણ દબાણ કરી વિક્રમ ડાંગરને પદ આપવામાં આવ્યું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે MLA પણ પડદા પાછળ રહી ભૂમિકા ભજવતા હતા.
બુધવારે સવારે રાજકોટ (Rajkot) શહેરમાં એક બેદરકાર સિટી બસના ડ્રાઇવરે અકસ્માત (Accident) સર્જ્યો હતો. ડ્રાઇવરે એક સાથે સાતથી આઠ વાહનોને ટક્કર મારતા 4 નિર્દોષનાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બસ ડ્રાઇવર સહિત કુલ 4 લોકો ઘાયલ થયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે. FSL રિપોર્ટ (Forensic Report) મુજબ બસમાં કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ અકસ્માત (Accident)ની ઘટનામાં બસ એજન્સીને માત્ર 2,674 રૂપિયાનો દંડ ફટકારાયો છે. રાજકોટ મનપા (RMC)નું કહેવું છે કે બસ 19 મહિના પહેલા જ ખરીદી છે. પોલીસે બસ પર પથ્થરમારો કરવા મુદ્દે 15-20 ટોળા સામે મિલકતનું નુકસાન કરવા તેમજ પોલીસ કાર્યવાહીમાં અવરોધો પેદા કરવા બદલ ગુનો દાખલ કર્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્લીની PMI કંપની પાસે છે, રાજકોટ મનપાના પૂર્વ આસિસ્ટન્ટ ઈજનેર જસ્મિન રાઠોડ કાર્યભાર સંભાળે છે. ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર પણ બસનું સંચાલન કરે છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ બેઠક કરી છે. આ બેઠકમાં જુદા-જુદા વિભાગના અધિકારી હાજર રહ્યા હતા તેમજ તપાસમાં કંપની, એજન્સીના માણસોની જવાબદારી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો:રાજકોટ સિટી બસ અકસ્માતમાં બસ સંપૂર્ણપણે ફિટ, કંપનીને માત્ર નજીવો દંડ; CCTV જોઈ ચોંકી જશો
આ પણ વાંચો:રાજકોટમાં નબીરા દ્વારા અકસ્માત કરવા મામલે હ્યુમન રાઇટ્સ વિભાગના આસિ.પ્રોફેસરનું નિવેદન આવ્યું સામે
