Vadodara News: વડોદરામાં વાહન ચોરીની ઘટનાઓમાં ચોરોએ એમ્બ્યુલન્સ પણ છોડી નથી. શહેરમાં પાર્કિંગમાંથી સ્કૂટર, બાઇક, રિક્ષા, કાર, ટ્રક અને ટ્રેલર જેવા વાહનોની ચોરીના બનાવો બનતા રહે છે. પરંતુ ગત રાત્રે એમ્બ્યુલન્સ ચોરાઈ જવાની ઘટના બની.
નડિયાદ સિવિલ હોસ્પિટલ પાસે યોગીરાજ સોસાયટીમાં રહેતા અને હોસ્પિટલ એમ્બ્યુલન્સ આઉટસોર્સ ડ્રાઇવર તરીકે ચલાવતા ચંદ્રકાંતભાઈ કાપડિયાએ પોલીસને જણાવ્યું હતું કે 19મી તારીખે સાંજે ઇમરજન્સી રૂમમાં બે દર્દીઓને વડોદરા લાવવામાં આવ્યા હતા.
વડોદરા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં બંને દર્દીઓને દાખલ કર્યા પછી હું એમ્બ્યુલન્સ લઈને પાછો ફરી રહ્યો હતો, ત્યારે એમ્બ્યુલન્સ છાણી ગુરુદ્વારા પાસે એક જગ્યાએ ઉભી રાખી અને પાણી ભરવા માટે રસ્તો ઓળંગી ગયો હતો.
દરમિયાન, એમ્બ્યુલન્સમાં ચાવીઓ લટકતી હોવાથી, એક યુવકે એમ્બ્યુલન્સ ચાલુ કરી અને છાયાપુરી તરફ ભાગી ગયો. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે 12 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સની ચોરીની તપાસ કરી રહી હતી ત્યારે તસ્કરો વડોદરાથી ભરૂચ તરફ જતા CCTVમાં નજર ચડ્યા હતા. પોલીસે ભરૂચ ટોલનાકા ખાતેથી એમ્બ્યુલન્સ પરત મેળવી છે અને છાણી પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પેકેજ 8 અને 9 પર અપડેટ, ગુજરાતમાં વડોદરાથી વિરાર સુધી કેટલું કામ થયું છે?
આ પણ વાંચો:વડોદરામાં બિલ્ડીંગ ધ્રુજતાં જીવ બચાવવા લોકોમાં નાસભાગ મચી
આ પણ વાંચો:વડોદરામાં મોડી રાત્રે ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 8 ઈજાગ્રસ્ત
