Surendranagar News : સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વટવચ્છ ગામ, નવા તળાવ વિસ્તારમાં કેટલાક શખ્સો દારૂનું કટીંગ મોટા પ્રમાણમાં કરતા હોવાની માહિતી SMC(સ્ટેટ નોનીટરિંગ સેલ)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.
જેમાં પોલીસે રૂ.1,19,59,900 ની કિંમતની 10,363 દારૂની બોટલો કબજે કરી હતી. પોલીસે દારૂનો જથ્થો, ઘઉંના જીવજંતુઓની દવા તથા 3 વાહનો અને રોકડ રકમ મળીને કુલ રૂ. 1,61,08,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે હરિયાણાના ટ્રક ટ્રાઈવર રીતેશ ડીયડાગર અને ક્લીનર પંકજ કે.ડાગરની ધરપકડ કરી હતી. સાયલા પોલીસ સ્ટેશન આ કેસની વધુ તપાસ ચલાવે છે.
આ પણ વાંચો:મહેસાણામાં કેનેડા જવા ઈચ્છુક દંપતી સાથે બે એજન્ટોએ કરી લાખોની છેતરપિંડી
આ પણ વાંચો:મહેસાણામાં યુવાનોને પણ શરમાવતો આધેડનો રંગીન મિજાજ! સગીરાની કરી છેડતી
આ પણ વાંચો:મહેસાણામાં એવિએશન કંપનીનું ટ્રેઈની વિમાન ક્રેશ થતા મહિલા પાયલટ ઘાયલ
