Mahesana News/ મહેસાણાની પ્રા. શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ, વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે

મહેસાણાની પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.

Gujarat Others

Mahesana news ગુજરાતમાં આગ (fire) ની ઘટનાઓ (incident) બની છે. તેના લીધે ઘણા લોકોના જીવ ખોયા છે. ગુજરાતમાં TRP ગેમ ઝોનની ઘટના (incident) બની તેમાં પણ ઘણા લોકોએ જીવ ખોયા હતા, ત્યારે તેમાં ફાયર સેફ્ટીનો અભાવ સામે આવ્યો હતો. ઘણી બિલ્ડીંગ્સ અને સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ આજે પણ જોવા મળે છે. જેના લીધે આગ લાગતા લોકોના જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહેસાણાની પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. જિલ્લાની 38 ખાનગી પ્રાથમિક શાળઓમાં ફાયર સેફ્ટી અપાઈ જ નથી. અગાઉ ફાયર સેફ્ટી માટે તંત્ર દ્વારા કરાયેલા આદેશ મુજબ બાંહેધરી અપાઈ હતી. તો આવી શાળાઓમાં આવતી ટર્મ ઓનલાઈન ભણાવાશે. મહેસાણાની 19, કડીની 8, વિજાપુરની 6, ખેરાલુની 2 શાળાઓ તેમજ વડનગર, ઊંઝા અને સતલાસણામાં એક એક શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.

તંત્ર દ્વારા અગાઉ પણ આ શાળાઓને ફાયર NOC અંગે અનેકવાર સૂચનાઓ આપવામાં આવી છે. તોપણ ખાનગી શાળાના વહીવટકર્તાઓ તાકીદ નથી લેતા, માટે ફાયર સેફ્ટી વિનાની શાળાઓમાં હવે ઓનલાઈન વર્ગો ચાલશે. જેથી વિદ્યાર્થીઓના જીવ ન જોખમાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેસાણામાં કેનેડા જવા ઈચ્છુક દંપતી સાથે બે એજન્ટોએ કરી લાખોની છેતરપિંડી

આ પણ વાંચો:મહેસાણામાં યુવાનોને પણ શરમાવતો આધેડનો રંગીન મિજાજ! સગીરાની કરી છેડતી

આ પણ વાંચો:મહેસાણામાં એવિએશન કંપનીનું ટ્રેઈની વિમાન ક્રેશ થતા મહિલા પાયલટ ઘાયલ