Gujarat News/ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, સુરક્ષા હેતુઓ સિવાય 96 કલાક માટે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

આંતરિક સુરક્ષાને ધ્યાને લઈને ગુજરાતના તમામ પોલીસ કમિશ્નરો અને પોલીસ અધિક્ષકોને આગામી 96 કલાક માટે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવા માટે સૂચના જારી કરવામાં આવી છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gujarat news  ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણાં અગત્યના પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે સરહદી જિલ્લાઓમાં પણ સુરક્ષામાં વધારો કરી દીધો છે. તો પોલીસ વડાઓ સાથે સંપર્ક રાખીને સૂચનો આપવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરહદ પર તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ પોલીસ કમિશ્નરો અને પોલીસ અધિક્ષકોને દેશના સંરક્ષણ અને આંતરિક સુરક્ષાના હેતુઓ સિવાય આગામી 96 કલાક માટે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવા માટે સૂચના જારી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડ પોલીસે માછીમારોને સાવધાન રહેવા સૂચના આપી

આ પણ વાંચો:જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયાની અફવા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક, સરકારી કર્મીઓની રજા રદ