MANTAVYA Vishesh/ પાક.ના રસ્તા પર બેખોફ ફરતા આતંકવાદી સંગઠનો

પાકિસ્તાન કટ્ટરવાદની ચુંગાલમાં કેવું ફસાયેલું છે અને તેની આંતરિક સ્થિતિ કેવી વણસી ગઈ છે તેનો પુરાવો જોવો હોય તો તેનો આ વિડીયો છે.

Mantavya Vishesh

પાકિસ્તાન કટ્ટરવાદની ચુંગાલમાં કેવું ફસાયેલું છે અને તેની આંતરિક સ્થિતિ કેવી વણસી ગઈ છે તેનો પુરાવો જોવો હોય તો તેનો આ વિડીયો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો આ વિડીયો ખૈબર પખ્તુનવા પ્રાંતનો છે. આ વિડીયો બતાવે છે કે પાકિસ્તાન કેવું ખુલ્લેઆમ જૂઠાણું ચલાવે છે કે અમારો દેશ આતંકવાદને પાળતો નથી. જ્યારે આ વિડીયોમાં આતંકવાદીઓ રીતસરના એકે-47 અને રોકેટ લોન્ચરથી સજ્જ દેખાય છે.

આ બતાવે છે કે પાકિસ્તાનની આંતરિક સ્થિતિ કેવી છે, આંતરિક મોરચે વિવિધ આતંકવાદી સંગઠનો એકબીજાની ધોરાજી ચલાવે છે. પાકિસ્તાનમાં વાસ્તવમાં સરકાર જેવું કશું જ છે જ નહી. લશ્કર છે તે ફક્ત સરહદો પર છે. જાણે પાકિસ્તાન પર ઇસ્લામિક આતંકવાદીઓનું શાસન જ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. સરકાર ફક્ત સંસદમાં જ હોય તેમ લાગે છે. આખું પાકિસ્તાન જાણે ઇસ્લામિક આતંકવાદનું ગઢ હોય તેનો જીવતો જાગતો પુરાવો આ વિડીયો છે.

હવે આ પાકિસ્તાન એમ કહે કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં અમારો હાથ ક્યાંય નથી, તો કોઈને ક્યાંથી વિશ્વાસ આવે. કોઈ એમ જ કહેને કે હે આતંકવાદી પ્રવૃત્તિઓમાં તમારો ફક્ત હાથ જ નથી, પણ તમે પૂરેપૂરા સંડોવાયેલા છો. એટલે તો આજે આખું પાકિસ્તાન ઇસ્લામિક આતંકવાદનું ગઢ બની ગયું છે. આવા ગઢને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂરથી જવાબ આપવો પડ્યો છે. આજે તો સ્થિતિ એવી છે કે વિશ્વમાં કોઈપણ સ્થળે આતંકવાદી હુમલો થાય તો બીજા કોઈને પણ ઠીક પાકિસ્તાનીઓને પણ લાગે છે કે ચોક્કસ આમા અમારો હાથ હશે. અમે આમ પણ ક્યાં કોઈ સારા કામ કરવા પંકાયેલા છીએ. આવા અવળા કામો કરવાની જ અમે ટેવ છે. આખું પાકિસ્તાન જ અવળચંડાઈથી બન્યું હતું. તેથી આ અવળચંડાઈ પાકિસ્તાનના ડીએનએમાં છે. હવે તે આતંકવાદના સ્વરૂપમાં બહાર આવી રહી છે.

આમ અવળચંડાઈ પાકિસ્તાનના ડીએનએમાં હતા અને તેને ઇસ્લામિક આતંકવાદનો નારો મળ્યો. આજે પાકિસ્તાનમાં આતંકવાદ જાણે ગૃહઉદ્યોગ હોય તેવી પરિસ્થિતિ છે. પણ આ ગૃહઉદ્યોગમાંથી આતંકવાદની તે નિકાસ કરે છે ત્યારે તે બીજા દેશોને મોંઘી પડે છે. આ સંજોગોમાં બીજા દેશને અધિકાર છે કે પાકિસ્તાનમાંથી તેને ત્યાં થતી નિકાસ કે ડમ્પિંગને અટકાવવા તેના અધિકારનો ઉપયોગ કરે, જેને ‘રેસિપ્રોકલ ટેરિફ’ કે ‘એન્ટી ડમ્પિંગ ડ્યૂટી’ પણ કહી શકાય. તેથી પાકિસ્તાને ભારતમાં તેના ગૃહઉદ્યોગની પ્રોડક્ટ સમા આતંકવાદની નિકાસ કરી તો ભારતે પણ તેના જવાબમાં તેના પર વળતો પ્રહાર કરતાં ‘રેસિપ્રોકલ ટેરિફ’ પણ નાખ્યો અને ‘એન્ટિ ડમ્પિંગ ડ્યુટી’ પણ નાખી.

ભારતના આ મારના કારણે પાકિસ્તાનની કમર તો વળી ગઈ છે, પણ તેનાથી કંઈ તેનો ગૃહઉદ્યોગ અટકવાનો નથી. તેમાથી નીકળનારી આતંકવાદની થોડો સમય નહીં નીકળે, પરંતુ પાકિસ્તાન ક્યાં સુધી ગૃહઉદ્યોગ બંધ રાખી શકશે. ઉપરોક્ત વિડીયો બતાવે છે કે પાકિસ્તાન માટે આતંકવાદના સ્વરૂપમાં તેનો ગૃહઉદ્યોગ બંધ કરવો શક્ય નથી.

ભારત જો તેની આતંકવાદની પ્રોડક્ટ નહીં સ્વીકારે તો તે બીજા દેશોમાં પણ તેની નિકાસ ચોક્કસ કરશે. આખુ અફઘાનિસ્તાન અને ઇરાન પણ તેની જ આ આતંકવાદની પ્રોડકટનો શિકાર બનેલા છે. આના કારણે આખુ અફઘાનિસ્તાન પાક.ને ધિક્કારે છે. તેમા પણ અફઘાનના જે વર્તમાન શાસક તાલિબાન છે તેનું જન્મદાતા જ પાકિસ્તાન છે.

પાકિસ્તાન ઘણી વખત ઇસ્લામના નામે તો સુન્ની દેશોમાં સુન્નીના નામે ભંડોળ મેળવતું રહે છે. હવે જ્યારે આ એકે-47 રાઇફલો અને રોકેટ લોન્ચરો જો તેની પાસે હોય તો શું બીજા પાસે કશું નહીં હોય. તેનો જવાબ તેને મિસાઇલથી મળશે ત્યારે શું થશે. આજે ગમે તેવા આતંકવાદી હોય કે આતંકવાદીઓનું જૂથ હોય તેને પ્રીસીઝન સ્ટ્રાઇકથી ખતમ કરી શકાય છે તે ભારતે બતાવ્યું છે. આ સાથે ભારતે ફક્ત પાકિસ્તાન જ નહીં આખા વિશ્વને બતાવી દીધું છે કે આતંકવાદના ગઢમાં જઈને કઈ રીતે ત્રાટકી શકાય છે.

પાકિસ્તાન જો આજે ઇસ્લામિક આતંકવાદનું ગઢ છે તો ભારત પાસે તે આ તોડનો જવાબ આવી ગયો છે અને આ જવાબ છે પ્રીસીઝન સ્ટ્રાઇક. આતંકવાદી કેમ્પો જ્યાં હોય ત્યાં તેને મિસાઇલ સ્ટ્રાઇકથી ઉડાવી દેવા. તેના કારણ હવે પાકિસ્તાનને પણ ડર પેઠો છે કે ભારતે અપનાવેલી આ વ્યૂહરચનાનો ઉપયોગ આગામી દિવસોમાં વિશ્વના બીજા દેશો પણ તેની પાસે કરવા લાગશે તો શું થશે, આજે જે આતંકવાદના ડરથી પાકિસ્તાન સમગ્ર વિશ્વને ડરાવીને મદદ મેળવતું હતું અને બીજી પણ ઘણી બધી રાહતો અને ભંડોળ મેળવતું હતું તે બંધ થઈ જશે.

આમ વાઇરલ થયેલો ઉપરોક્ત વિડીયો ફક્ત વિડીયો જ નથી, પાકિસ્તાનમાં ખુલ્લેઆમ બેખોફ થઈને ફરતા આતંકવાદી સંગઠનોના આતંકીઓનો વરવો ચહેરો છે. આ ચહેરો આખા વિશ્વએ જોયો છે, આખા વિશ્વને ખબર પડી ગઈ છે પાકિસ્તાન ફક્ત પાકિસ્તાન નથી પણ આતંકિસ્તાન છે. અહીં લોકશાહી કે સરમુખત્યારસાહી નહીં પણ આતંક જ રાજ કરે છે. આ દેશમાં આતંકવાદની ખેતી થાય છે, પરંતુ તેની નિકાસ આખા વિશ્વમાં થાય છે. આખું વિશ્વ અહીં લણાતા આતંકવાદના પાકના વરવા ફળ ભોગવે છે. તેથી જ જ્યારે પાકિસ્તાન હવે જ્યારે પીડિત તરીકે પોતાનો પક્ષ રજૂ કરવા જાય છે ત્યાં તેના પ્રત્યે કોઈ દેશને સહાનુભૂતિ થતી નથી, પાક.ના કટ્ટર સમર્થક મનાતા ઇસ્લામિક દેશોને પણ તેના પ્રત્યે સહાનુભૂતિ નથી.

(ડિસ્ક્લેમરઃ અહીં બતાવવામાં આતંકવાદીઓ અંગેના વિડીયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી