Dahod News/ દાહોદ મનરેગા કૌભાંડ: બળવંત ખાબડની એજન્સીને આટલા રૂપિયા ચુકવાયા!

71 કરોડ રૂપિયાનાં મનરેગા કૌભાંડમાં દાહોદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીના જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની શંકા પ્રવર્તી રહી છે. 

Top Stories Gujarat Breaking News

Dahod News: દાહોદ (Dahod) મનરેગા (MGNREGA) કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલિન ટીડીઓ (TDO) દર્શન પટેલની દાહોદ પોલીસે ધરપકડ કરી હતી, કોર્ટે બંને આરોપીઓનાં 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મંત્રીનો નાનો પુત્ર કિરણ ખાબડ હાલ ફરાર છે. પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. બળવંત ખાબડની શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજન્સીને 5.28 કરોડની ચુકવણી કરાઈ હોવાનું સામે આવતા ભ્રષ્ટાચારના મૂળિયા વધુ ઊંડા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

મળતી માહિતી અનુસાર દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મંત્રીનાં મોટા પુત્ર બળવંત ખાબડની એજન્સીને સીમામોઈ ગામમાં 38 જેટલા ગામમાં રૂપિયા 5.28 કરોડની ચુકવણી કર્યાનું સામે આવ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે કિરણ ખાબડની એજન્સીએ નાણા પચાવ્યા છે. 71 કરોડ રૂપિયાનાં મનરેગા કૌભાંડમાં દાહોદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીના જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની શંકા પ્રવર્તી રહી છે.

ગરીબોને મનરેગા યોજના હેઠળ રોજગાર આપતી દાહોદ જિલ્લામાં નકલી NA જમીન કૌભાંડ (Land scam) બાદ, 2021 થી 2025 દરમિયાન મનરેગા યોજના (MGNREGA) હેઠળ થઈ રહેલા કામોમાં ખોટા દસ્તાવેજો (Fake documents) બનાવીને ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ ગેરરીતિની રકમ 71 કરોડ રૂપિયાની થઈ હોવાનું સામે આવતા આ મામલે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની 35 એજન્સીઓ સામે ગુનો નોંધ્યો હતો. કથિત મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોના નામ ઉછળતાં ચકચાર મચી ગઈ હતી.

મળતા અહેવાલો મુજબ દાહોદ જીલ્લાનાં દેવગઢ બારિયા (Devgadh bariya) તાલુકાના કૂવા અને ધાનપુર (Dhanpur)ના રેઢાણા અને સીમામોઈ સહિત ત્રણ ગામોમાં મનરેગાના કામોમાં માટી ધાતુનો રસ્તો, સીસી રોડ, ચેક વોલ, પથ્થરનો બંધ જેવા કામોમાં ફક્ત ઉપરછલ્લું કામ જ કરવામાં આવ્યું હતું. આ કામોના પ્રમાણપત્ર (કમ્પલિશન સર્ટિફિકેટ) સબમિટ કર્યા પછી જે એજન્સીના નામે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના બદલે અન્ય એજન્સીઓને ચુકવણી કરવામાં આવી હતી. જે એજન્સીઓને ચુકવણી કરવામાં આવી છે તે એવી એજન્સીઓ છે જેમણે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ પણ લીધો ન હતો.

કૌભાંડ મામલે પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કર્યા પછી, વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, DRDA ડિરેક્ટરની ફરિયાદના આધારે, પોલીસે દેવગઢ બારિયાની 28 એજન્સીઓ અને ધાનપુર તાલુકાની 7 એજન્સીઓ સહિત માલ સપ્લાય કરતી 35 એજન્સીઓ સામે પૈસા સહિત કેસ નોંધીને સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે.

મનરેગા (MGNREGA) યોજના હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં 60.90 કરોડ રૂપિયા અને ધાનપુરમાં 10.10 કરોડ રૂપિયા એટલે કે કુલ 71 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડાયું છે. તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે આ રકમ ફક્ત બે તાલુકા માટે પૂરતી છે. જો સમગ્ર જિલ્લામાં મનરેગાના કામોની સ્થળ પર ચકાસણી અને મંજૂર થયેલા બિલોની તુલના કરવામાં આવે તો આ કૌભાંડ (Scam) ક્યાં સુધી પહોંચશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ એક ગ્રુપ સ્કીમનું કૌભાંડ હોવાથી, પોલીસે પંચાયત દ્વારા નિયુક્ત મનરેગા અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને કામ કરવા માટે એક SIT ની રચના કરી છે, તેથી સમગ્ર જિલ્લામાં થઈ રહેલા કૌભાંડો પણ પ્રકાશમાં આવે તેવી શક્યતા છે. આ સમગ્ર કૌભાંડની તપાસ દાહોદ Dy.SP જગદીશ ભંડારીને સોંપાઈ હતી.

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (Guarantee Scheme) હેઠળ તળાવો બનાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ગટર, આરસીસી રસ્તા અને ચેકડેમ પણ બનાવવામાં આવ્યા છે. સમગ્ર કામકાજ રાજ કન્સ્ટ્રક્શન (Raj Construction)ને સોંપવામાં આવ્યું છે. માહિતી મુજબ કન્સ્ટક્શન એજન્સીનો માલિકના પિતા મંત્રી છે. વર્ષ 2020 થી 2024-25 દરમિયાન એજન્સીના માલિકના ખાતામાં 211 કરોડ રૂપિયા ચુકવાયા છે. 20 કરોડ ચુકવવાના બાકી છે જ્યારે 42 કરોડ રૂપિયા રાજ ટ્રેડર્સ (Raj Traders)ના ખાતામાં જમા કરાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવા મામલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ સમગ્ર કૌભાંડની તપાસ સમિતિની રચના કરવાની માગ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રની દાહોદ પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:દાહોદમાં મનરેગા કૌભાંડનો આંકડો વધ્યો, મંત્રીઓ માટે પણ ‘મનરેગા’!

આ પણ વાંચો:દાહોદમાં પોલીસે નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ કર્યો