Junagadh News : પેવર બ્લોકના કામનું બિલ પાસ થતા બાદ ચેક ક્લીયર કરવા માટે એક વ્યક્તિ પાસેથી 1.43 લાખ રૂપિયાની લાંચ લેતા જૂનાગઢના ચોરવાડ, નગરપાલિકાના બાંધકામ શાખામાં ફરજ બજાવતા જુનીયર અન્જિનીયર રાજેશકુમાર ખીમજીભાઇ સેવરાની ACBએ ધરપકડ કરી છે.
આ કેસની વિગત મુજબ ચોરવાડ નગરપાલીકા કચેરીમાં ફરિયાદીએ વર્ષ-૨૦૨૨ માં વોર્ડ નં-૨ માં પેવર બ્લોકનું કામ કર્યું હતું. જેનું બીલ પાસ થતા બીલનો ચેક આપવા માટે આરોપી જુનીયર એન્જિનીયર રાજેશ સેવરાએ બીલના ૧૫% લેખે રૂ.૧,૪૬,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
બીજીતરફ ફરીયાદી લાંચની રકમ આપવા માગતાં ન હોઈ તેણે ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કર્યો હતો. જેને આધારે ACBએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં રૂ.1,43,000 ની લાંચ લેતા નગરપાલીકા ચોરવાડ ખાતે આરોપી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો હતો.
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, અહીં જાણો કર્યક્રમ
આ પણ વાંચો:કૈલાશ પર્વત અને આદિ કૈલાશ પર્વત કેવી રીતે અલગ છે? PM મોદીએ અહીં ધર્યુ હતું ધ્યાન
