Surat News: સુરતમાં નવ લાખ રૂપિયાની છેતરપિંડી (Fraud) નો કેસ નોંધાયો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન (Kapodra Police Station) માં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહેશ તોમરને અલીરાજપુરથી પકડ્યો છે.
મહેશ તોમરે ખોદકામમાં મળેલું સોનું સસ્તામાં આપવાની લાલચ આપી હતી. તેણે ફરિયાદીનો વિશ્વાસ મેળવવા પહેલા કાચુ સોનું આપ્યું હતું. તેના પછી એક કિલોનું નકલી બિસ્કિટ આપીને નવ લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો.
ફરિયાદીને છેતરપિંડીની જાણ થતાં તેણે પોલીસની મદદ લીધી હતી. તેણે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી પોલીસથી બચવા નવ વર્ષથી નાસતો ફરતો હતો, પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી કાપોદ્રામાં ધર્મેશભાઈ બાલુભાઈ રામાણીને ત્યાં કડિયાકામ કરતો હતો. તેણે દાવો કર્યો હતો કે તેમના મિત્રને કચ્છમા ભુજકામ કરતાં સોનું મળ્યું છે અને તે સસ્તામાં વેચવા તૈયાર છે. તેણે પછી ફરિયાદી સાથે તેના સાગરિતની ફોન પર વાત કરાવી સોનું સસ્તાભાવે વેચવાનું છે તેવી લાલચ આપી ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો હતો. પહેલા ઓરિજિનલ સોનું આપીને વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો હતો. તેના પછી પીળી ધાતુની બનાવટી એક કિલોની લગડી ફરિયાદી પાસેથી મેળવી લઈ છેતરપિંડી કરી હતી.
તેના પછી આરોપી નાસતો ફરતો હતો. છેવટે સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર અંધારકાસ ગામ ખાતે મજૂરી કામ કરતો હોવાની માહિતી મળી હતી. પોલીસે તેને ત્યાં જઈ ઝડપ્યો હતો.
આ પણ વાંચો:Travel કરવું છે પણ પૈસા નથી! આ રીતે કરો ‘ટ્રાવેલ બચત’ અને ટેન્શન વગર ફરો
આ પણ વાંચો:કર્મચારીઓ કેમ ઓછા પગારે પણ નોકરી કરવા તૈયાર થઈ જાય છે? 1139 કર્મી પર થયો સર્વે
આ પણ વાંચો:સોનું લાવવું થશે મોંઘુ! પ્લેટિનમ માટે નવો કોડ જાહેર
