Jamnagar News/ જામનગર : શહેરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન

40 દુકાનો સહીત 331 બાંધકામો હટાવવા કાર્યવાહી ચાલી રહી છે

Gujarat

Jamnagar News : જામનગરમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ રહી હતી. જેમાં 40 દુકાનો સહીત 331 બાંધકામો હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે. આ બાંધકામ દૂર કરીને ત્યાં રોડ બનાવવામાં આવશે. જેમાં મહાવીર સ્મશાનથી ગાંધીનગર વિસ્તારનો રોડ બનાવવામાં આવશે. ડિમોલિશનની આ કામગીરી દરમિયાન ગઈકાલે 40 ઉપરાંત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.

પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની આ કામગીરી ચાલી રહી છે. જેમાં હિટાચી અને જેસીબી મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ ડિમોલિશન પૂર્ણ થયા બાદ 48 હજાર ચોમી જગ્યા ખુલ્લી થશે. બાંધકામ દૂર કર્યા બાદ 12 મીટર પહોળાઈ ધરાવતો રોડ બનાવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3140 કરોડની કુલ જોગવાઇ કરવામાં આવી

આ પણ વાંચો:પર્યાવરણના પ્રદૂષણને લઈ સૌથી પહેલા કોણે કરી હતી સુપ્રીમમાં અરજી, બની ગઈ ઐતિહાસિક લડાઈનું પ્રતીક

આ પણ વાંચો:રેત ખનન માફિયા બેફામ, મનુષ્ય જીવન અને પર્યાવરણને નુકસાન