Surat News: સુરત (Surat)ના કડોદરા GIDC વિસ્તારમાં ખળભળાટ મચાવતી ઘટના બની છે. 6 વર્ષની બાળકીની ક્રૂરતાથી હત્યા (Murder) કરી દેતા ચકચાર મચી ગઈ છે. પાડોશમાં રહેતા એક યુવક ચોકલેટ આપવાના બહાને બાળકીને લઈ ગયો અને પથ્થરથી મારી નાખી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બાળકીનો પરિવાર આઘાતમાં સપડાયો છે.
સુરતમાં કડોદરા વિસ્તારમાં હ્રદયનાં ધબકારા વધારી દેતી ઘટના બની છે. પાડોશમાં રહેતા યુવકે 6 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટ આપવાનાં બહાને અવાવરૂં જગ્યાએ લઈ ગયો હતો. સવારે ગયેલી બાળકી બપોર સુધી પાછી ન ફરતાં તેના પરિવારે બપોરે પોલીસ સ્ટેશને જાણ કરી હતી. ઘટનાને જોતાં GIDC પોલીસે ટીમ બનાવી તપાસ કરતાં જાણવા મળ્યું કે અવાવરૂં જગ્યાએ આરોપીએ પથ્થરથી બાળકીની હત્યા કરી દીધી હતી. બાળકીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. આરોપી પરપ્રાંતિય હોવાનું કહેવાય છે.
તાજેતરમાં સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીને તેની પાડોશમાં જ રહેતા શખસે હવસનો શિકાર બનાવી હતી. 6 વર્ષીય બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે માસૂમ બાળકી તેના કાકા પાસે હતી. કાકા નાઈટ શિફ્ટ કરીને આવ્યા હોય ઊંઘી ગયા હતા. ત્યારે પાડોશમાં જ રહેતો શખ્સ બાળકીને ઉઠાવી તેના ઘરે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી રડતા રડતા તેના ઘરે પરત ફરી હતી અને કાકાને જાણ કરી હતી. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી હજીરાની એક કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
14 માર્ચ 2025ની મોડી રાત્રે પણ કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. પરિવાર સાથે સૂતેલી બાળકીનું અપહરણ કરી SMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. એ બાદ તેને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો. સવારે માતાએ બાળકીની હાલત જોતાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરતમાં 100 કરોડના ચકચારી બોગસ બિલિંગ કાંડમાં આરોપી કસ્ટડીમાં
આ પણ વાંચો:સુરતમાં યુવતીને 16 વર્ષના કિશોર સાથે થઈ ગયો પ્રેમ! અપહરણ કર્યુ અને પરત ફર્યા…
આ પણ વાંચો:સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો, ઝીંગા તળાવ દૂર કરવા મેયરે કલેક્ટરને લખ્યો પત્ર
