Gujarat News/ ગુજરાતમાં કોરોનાનાં 24 કલાકમાં 167 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના (Corona)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનું કારણ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 615 એક્ટિવ કેસ છે.

Top Stories Gujarat Breaking News

Gujarat News: ગુજરાતમાં કોરોના (Corona)નાં કેસોમાં છેલ્લા 24 કલાકમાં 167 નવા કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાનાં 615 કેસ એક્ટિવ છે. 15 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોનાનાં વધુ 9 કેસો નોંધાયા છે. દ્વારકામાં કોરોનાનાં 2 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના (Corona)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનું કારણ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 615 એક્ટિવ કેસ છે. કોરોનાગ્રસ્ત 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 600 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. રાજકોટ (Rajkot)નાં કોરોના (Corona)ના વધુ 9 કેસ નોંધાયા છે. 6 પુરુષ અને 3 સ્ત્રીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાના 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સમે આવી છે. અમદાવાદ, સુરત અને દિલ્લીના યાત્રીઓ સંક્રમિત થયા છે. દર્દીમાં 10 વર્ષના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. કુલ 45 દર્દીઓ હાલ કોરોનાની સારવાર હેઠળ છે.

કોરોના (Corona)નાં લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુ:ખાવો, થાક, માથાનો દુ:ખાવો, શરીરમાં દુખાવો, નાકમાંથી પાણી આવવું અને ભૂખ ન લાગવી સામેલ છે, જે સામાન્ય મોસમી ફ્લૂ જેવા જ છે. આરોગ્ય નિષ્ણાતોએ લોકોને સાવધાની રાખવાની સલાહ આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 119 કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 500ને પાર

આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાનાં 50 કેસ, ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 397

આ પણ વાંચો:અમદાવાદમાં એક દિવસની બાળકીને કોરોના, હાલ NICUમાં સારવાર હેઠળ