Vadodara News/ પ્લેન ક્રેશમાં ભોગ બનેલા મુસાફરોના મોતનો મલાજો જાળવવા વડોદરાનો ક્રિશ્ચન સમાજ આગળ આવ્યો

દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોના મોતનો મલાજો જાળવવા માટે એલ્વિન ભાઈ અને તેમની ટીમે રાત્રિથી જ કોફીન બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને અત્યાર સુધીમાં 20 થી વધારે કોફી બનાવીને તૈયાર કરી દીધા છે.

Top Stories Gujarat Vadodara

Vadodara News: અમદાવાદમાં થયેલ વિમાન તૂટી પડવાની દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં હાલ શોકનું વાતાવરણ છે, ત્યારે વડોદરાના ક્રિશ્ચન સમાજ મૃતદેહોનો મલાજો જળવાય તે માટે આગળ આવ્યું છે. આ સમાજના લોકો દ્વારા 50થી વધારે કોફીન બનાવીને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે.

સમગ્ર દેશને હચમચાવી નાખનાર વિમાન તૂટી પડવાની ઘટનામાં અનેક હતભાગીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુઃખદ વેળાએ અનેક સામજિક સંસ્થાઓ સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે સેવાના કાર્યોમાં જોડાઈ છે. દુર્ઘટના બાદ વિમાનમાં લાગેલ આગને કારણે એક મુસાફરને છોડીને તમામ મુસાફરોના મોત નીપજ્યા છે તેવા સમયે આ હતભાગી મુસાફરોના મૃતદેહોનો મલાજો જળવાય એ હેતુ થી એરઈન્ડિયા દ્વારા વડોદરાના ક્રિશ્ચિયન સમાજના આગેવાન મેલવીન ભાઈને કોફી બનાવી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી ગઈકાલે સાંજે એર ઇન્ડિયા ની ઓથોરિટી દ્વારા મેલ્વિનભાઈ ને 50 જેટલા કોફીન બનાવવા માટે જણાવ્યું હતું.

દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોના મોતનો મલાજો જાળવવા માટે એલ્વિન ભાઈ અને તેમની ટીમે રાત્રિથી જ કોફીન બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને અત્યાર સુધીમાં 20 થી વધારે કોફી બનાવીને તૈયાર કરી દીધા છે બપોર સુધીમાં એલ્વિન ભાઈ તેમજ ક્રિસ્ચન સમાજના લોકો દ્વારા બીજા 30 જેટલા કોફી બનાવી દેવામાં આવશે અને આ તમામ કોફીને અમદાવાદ એર ઇન્ડિયા ની ઓફિસ ખાતે મોકલવામાં આવશે ત્યારબાદ આ કોફીનોને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે જ્યાં દુર્ઘટનાનો ભોગ બનેલ હતભાગી મુસાફરોના મૃતદેહને કોફીનામાં મૂકીને તેમના સ્વજનોને સુપ્રત કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:11Aનું રહસ્ય: થાઈ એરવેઝ અને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરનો જીવ બચવો એ સંયોગ કે હકીકત?

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો, DGCA તપાસનાં આદેશ આપ્યા