Surat News : સુરતમાં એક ચકચારી ઘટના બની છે. જેમાં પાલ વિસ્તારમાં પરણીતા લંપટની જાળમાં ફસાઈ હતી. પ્રાથમિક તપાસમાં ફોટોગ્રાફરે પરણીતાને પોતાની જાળમાં ફસાવી હોવાનું બહાર આવ્યું છે.
જેમાં શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુન કથારિયાનું આ કારસ્તાન હોવાનું બહાર આવ્યું છે.પરણીતા મદદ કરવા જતા લંપટની જાળમાં ફસાઈ ગઈ હતી.
આરોપી અર્જુનના ઈમોશનલ બ્લેકમેલીંગનો પરણીતા ભોગ બની હતી. બાદમાં આરોપીએ પાલની ફોર સીઝન હોટલમાં પિડીતા પર છ વાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.એટલું જ નહી આરોપી અર્જુન કથારિયાએ રૂ. 50 લાખના ઘરેણાં અને રૂ. 2.59 લાખ પણ લૂંટયા હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે ફરિયાદ નોંધાતા પાલ પોલીસે આરોપી અર્જુન કથારીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે BSF 85 બલૂચ વિજેતા બટાલિયનનાં જવાનોને અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો:સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરી મુખ્યમંત્રીએ ‘સિંદૂર વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો
