Kheda News : ખેડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ખેડા શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલા ગોડાઉનમાં શુક્રવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. જેને પહલેઆ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ લેતાં એક કિમી સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ખેડા અને નડિયાદની ફાયર વિભાગની ટીમો દોડી આવી છે, જોકે બનાવામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ખેડા પ્રાંત અધિકારી મામલતદાર, ખેડા ટાઉન પીઆઇ અને માતર વિધાનસભાના ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.
ખેડા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉન આગ લાગતા આસપાસના દુકાનદારો અને ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોનો જીવ અધ્ધર થઈ ગયો છે. ઘટનાની જાણ ખેડા અને નડિયાદ ફાયર સ્ટેશનને કરવામાં આવતાં ફાયર વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા છે અને આગ પર પાણીનો છંટકાવ કરી કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.બનાવના પગલે ખેડા પ્રાંત અધિકારી, ખેડા ટાઉન પી આઈ, અને માતર વિધાનસભાના ધારાસભ્ય સહિતનાઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે. જોકે, હાલ સુધીમાં જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી.
પરંતુ આગ એટલી વિકરાળ છે કે કાબુમાં આવતા થોડો સમય લાગી જાય તેવી શક્યતા છે. આ ગોડાઉનની બાજુમાં એક ઝુંપડુ હતું તે પણ આગની ઝપેટમાં આવી ગયું છે. આ આગ વધુ પ્રસરે નહીં તે દિશામાં ફાયરના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે.
આ ભિષણ આગ વધુ પ્રસરે નહીં તે હેતુસર નડિયાદ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ છે. નડિયાદ ફાયર બ્રિગ્રેડના બે વોટરબ્રાઉઝરો સાથે ડિસ્ટ્રિક્ટ ફાયર અધિકારી બનાવ સ્થળે પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હાલ આગને કાબુમાં લેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:સુરતનાં પુણા ગામમાં સાડીનાં કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગ, મારી નાખવાની આપી ધમકી
આ પણ વાંચો:સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં તબીબે આપઘાત કર્યો, પરિવારમાં શોક
