Jamnagar News : જામનગરમાં 32 વર્ષની યુવતીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રેમમાં નિષ્ફળતા મળતા તેણે આ પગલું ભર્યું હતું. આ બનાવની વિગત મુજબ યુવતીને તેના પ્રેમીએ પહેલા લગ્ન કરવાની હા પાડી હતી. જોકે બાદમાં પ્રેમીએ ઈન્કાર કરતા યુવતીને લાગી આવ્યું હતું. જેને પગલે તેણે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું.
આ મામલે યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમી તેમજ અન્ય બે મહિલાઓ સામે ફરીયાદ દાખલ કરાવવામાં આવી છે..જેમાં યુવતીને આપઘાત કરવા માટે મજબૂર કરવામાં આવી હોવાનો આરોપ લગાવાયો છે.અગાઉ પણ આ પ્રેમીએ લગ્નની ના પાડતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જે બાદ સમાજના આગેવાનોએ ભેગા મળી યુવકને મનાવ્યો હતો અને આ યુવતી સાથે લગ્ન કરવા માટે સંમત કર્યો હતો જો કે ફરીથી યુવક ફરી જતા યુવતીએ ગળે ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:કંડલા બંદર પર કેમિકલ ટેન્કર જહાજમાં થયો વિસ્ફોટ, 21 ક્રૂ મેમ્બર સવાર હતા
આ પણ વાંચો:સાણંદના મોડાસરમાં ઇલેક્ટ્રિક થાંભલામાં ધડાકા: ગામ આખું અંધકારમય બન્યું
