Surat News/ સુરત : એરપોર્ટ પર મધમાખીઓએ આખી ફ્લાઇટ રોકી

પાણીનો મારો ચલાવીને મધમાખીઓને ઊડાડવામાં સફળતા મળી હતી.

Surat Gujarat

Surat News : સુરત એરપોર્ટ ખાતે અજીબો ગરીબ ઘટના બની હતી. જેમાં મધમાખીઓનું ઝુંડ સુરત એરપોર્ટ ખાતે ધસી આવ્યું હતું. મધમાખીઓને કારણે ફ્લાઈટ રોકવી પડી હતી.મધમાખીઓના ત્રાસને કારણે સુરતથી જયપુર જતું પ્લેન એક કલાક મોડું પડ્યું,હતું. બાદમાં પાણીનો મારો અને ધુમાડો કરીને મધમાખીઓને ભગાડવામાંઆવી હતી.

મુસાફરો તમામ પ્લેનમાં બેસી ગયા બાદ આ બનાવ બન્યો હતો. ઉપરાંત મુસાફરોનું લગેજ પ્લેનમાં લોડ થઈ રહ્યું હતું.બીજીતરફ મધમાખીઓ આવી જતા સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ હતી.

જોકે મધમાખીઓ પ્લેન પરથી ઉડવાનું નામ જ લઈ રહી ન હતી. આખરે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું.બાદમાં પાણીનો મારો ચલાવીને મધમાખીઓને ઊડાડવામાં સફળતા મળી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં અવિરત વરસાદ, ગુજરાતના 204 તાલુકામાં વરસાદ, ભિલોડામાં સૌથી વધુ 6.6 ઈંચ

આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાનો દબદબો, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય ,આ તાલુકામાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:ભરૂચના જંબુસરમાં ચાલુ વરસાદે રોડનું કામ