Ahmedabad News/ હવે બોક્સ ક્રિકેટ માટે લેવું પડશે NOC, જાણી લો નવા નિયમો

રાજ્યમાં કેટલાક સમયથી બોક્સ ક્રિકેટ, નેટ કવર સ્પોર્ટ્સ એક્ટિવટીનો ક્રેઝ વધ્યો છે. ત્યારે AMCની સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે પોલિસી જાહેર કરી છે. સંચાલકોએ કેટલાક અભિપ્રાય અને NOC સાથે મંજૂરી મેળવવાની રહેશે. પોલીસ NOC, ફાયર અભિપ્રાય , પ્રોપર્ટી ટેક્ષ અભિપ્રાય, બિન ખેતીની પરવાનગી , માલિકીના પુરાવા કે કરારના પુરાવા રજૂ કરવાના રહેશે.

Gujarat Ahmedabad

AMCની સ્પોટર્સ એક્ટિવિટી માટે પોલિસી જાહેર

AMCની સ્પોર્ટ્સ એક્ટિવીટી માટે પોલીસી જાહેર કરવામાં આવી છે. બોક્સ ક્રિકેટ અને નેટ કવર સ્પોર્ટ્સ એક્ટિવીટી માટે નિર્ણય લેવાયો છે. સંચાલકોએ અભિપ્રાય, NOC સાથે મંજૂરી મેળવવી પડશે. 12 મીટર કે તેથી વધુ પહોળા રસ્તા હશે તો જ મંજૂરી મળશે. પોલીસ NOC, ફાયર અને પ્રોપર્ટી ટેક્ષ અભિપ્રાય જરૂરી છે. આ ઉપરાંત બિનખેતીની પરવાનગી, માલિકી કે કરારનાં પુરાવા જરૂરી છે. સ્પોટર્સ એક્ટિવિટી માટે 500 મીટર જગ્યા હોવી જરૂરી છે. સરકારી જગ્યામાં ખાનગી માણસોને મંજૂરી નહીં મળે. ચાલુ અને નવા બનાવનાર માટે ડ્રાફ્ટ પોલિસી અમલી કરાઈ છે.

બોક્સ ક્રિકેટનો ક્રેઝ સતત વધી રહ્યો
ક્રિકેટનો ક્રેઝ લોકોમાં જબરદસ્ત વધ્યો છે. મેદાનમાં ક્રિકેટ રમવાની સાથે સાથે બોક્સ ક્રિકેટનો ક્રેઝ સતત વધી રહ્યો છે. રાજ્યમા અનેક જગ્યાએ બોક્સ ક્રિકેટના શેડ ઉભા કરવામાં આવ્યાં છે. જ્યાં લોકો ક્રિકેટ રમે છે. તાજેતરમાં સુરતમાં બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી થવાની ઘટના બની હતી. શહેરના કતારગામમાં બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી.