Surat News : સુરતમાં કેબલ સ્ટેડ બ્રિજને લઈને સાસંદે પાલિકાને પત્ર લખ્યો છે. જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલે પાલિકાને પત્ર લખ્યો છે. સાંસદ મુકેશ દલાલે બ્રિજ પર સેફટી જાળી લગાડવા બાબત ટકોર કરી છે. દરમિયાન વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોની આંખ ખુલી રહી છે. તેમણે નગરજનોની સલામતી માટે આ પત્ર લખ્યો છે.

જેમાં અઠવાલાઇન્સથી અડાજણ બ્રિજને લઇ રજૂઆત કરવામાં આવી છે.વધુમાં સાંસદે કહ્યું હતું કે કેટલાક લોકો બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરે છે. તેમણે લોકોની સલામતી માટે કેબલ બ્રિજ પર પર સેફટી નેટ લગાવવા કહ્યું હતું. તે સિવાય તેમણે કેબલ સ્ટેડ બ્રિજનો સ્ટ્રકચલરલ ટેસ્ટ કરાવવા પણ અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં મહિસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા પુલ ગઈકાલે તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં પુલ પરથી પસાર થતા પાંચથી વધુ વાહનો મહિસાગર નદીમાં પડી ગયા હતા. આ અકસ્માતમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 14 પર પહોંચી ગયો છે. ચાર લોકો હજુ પણ ગુમ છે.
વડોદરાના મુજપુર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોના આ અકસ્માતમાં મૃત્યુ થયા છે. પિતા, પુત્ર અને પુત્રી એકસાથે અંતિમ યાત્રાએ નીકળતાં ગામમાં શોક છવાઈ ગયો હતો. પિતા રમેશભાઈ, પુત્ર નાયક અને પુત્રી બગદાણા બાધા પૂર્ણ કરવા જઈ રહ્યા હતા અને રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું. મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા.
આ પણ વાંચો:સિદ્ધપુરમાં પાલિકાની માલિકીની જર્જરિત અને જોખમી ઈમારતો
આ પણ વાંચો:પાટણ : સિદ્ધપુર હાઈવે પરની આતિશ ફેક્ટરીમાં આગ
આ પણ વાંચો:સિદ્ધપુરમાં પ્રેમલગ્ન 10 માસમાં તૂટ્યાં, પત્નીની ઘરેલુ હિંસાની ફરિયાદ
