Navsari News : વાસદા તાલુકાના કપડવંજ ગામે નીચલા ફળિયામાં બપોરના સમયે પશુઓનો શિકાર કરવા માટે દીપડો આવી ચઢ્યો હતો જે પશુઓને બચાવવા ગયેલા ચાર જેટલા લોકો પર દીપડાએ હુમલો કરી બાજુમાં આવેલ ઘરમાં દીપડો ઘુસી ગયો હતો જે અંગેની જાણ વાંસદા વન વિભાગ ને થતા વાંસદા વનવિભાગ,ચીખલી વનવિભાગ અને ધરમપુર વન વિભાગનો સ્ટાફ તત્કાલિક સ્થળ ઉપર આવી ને દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું
જોકે બે કલાક ની ભારે જહેમત બાદ ડાર્ક ગન વડે બેભાન કરી ને દીપડાને પાંજરે પુર્યો હતો જોકે દીપડો ઘરમાં સંતાયો હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા આજુબાજુ ના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચોઃરાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી
