Banaskantha News: બનાસકાંઠામાં ઈકબાલગઢ બાદ વધુ એક બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે પાલનપુર થી અંબાજી ને જોડતા મેરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે જોકે આગામી દિવસોમાં ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો અંબાજી આ બ્રિજ પરથી પસાર થતા હોય છે. તેવા સમયે બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે… મોટા વાહન ચાલકોને 13 km અંતર વધુ કાપીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાલનપુર થી અંબાજી અને અંબાજી થી પાલનપુર જઈ શકાશે..
ગુજરાતમાં કોઈ મોટી દુર્ગટના સર્જાય અને કોઈ મોટી જાનહાની થાય તે પછી જ તંત્ર જાગે આ એક પ્રણાલી બની ગઈ છે… ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 નિર્દોષોએ જીવ ગુમાવ્યા બાદ બનાસકાંઠાનું તંત્ર હવે જાગ્યું છે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા 149 બ્રિજોની તપાસ કરતા ઈકબાલગઢ બાદ પાલનપુરનો પાલનપુર થી અંબાજી ને જોડતો મેરવાડા બ્રિજ જર્જરીત હાલતમાં સામે આવ્યો છે. જોકે હવે તંત્રએ આ બ્રિજ પર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂક્યો છે જિલ્લા કલેકટર એ જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ મુકતા પોલીસ દ્વારા બ્રિજ આગળ બેરીકેટિંગ કરી મોટા વાહનો બ્રિજ પર ન પ્રવેશે તેની તકેદારી રાખવામાં આવી રહી છે… મહત્વની વાત છે કે આગામી 1 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે આ મહા કુંભમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી ખાતે પહોંચશે જેમાં મોટાભાગના પદયાત્રીઓ આ બ્રિજ પરથી પસાર થતા હોય છે જોકે આ બ્રિજ પરથી પસાર થતા પદયાત્રીઓના જીવનું પણ જોખમ તોલાતું હતું પરંતુ તંત્ર દ્વારા હવે આ બ્રિજ ની બાજુમાં પાકો ડાઈવર્ઝન તૈયાર કરી પદયાત્રીકો માટે વ્યવસ્થા કરવામાં આવશે… એક તરફ રાજ્ય સરકાર દ્વારા બ્રિજને ફોરલેન બ્રિજ બનાવવા જાહેરાત કરી દેવાય છે જો કે જાહેરાત થયા ને મહિનાઓ વીત્યા તેમ છતાં હજુ સુધી કામ શરૂ ન હતું થયું… આ ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર અચાનક ભૂર નિંદ્રામાંથી જાગી ગયું હોય તેવો ઘાટ ઘડાયેલો જોવા મળી રહ્યો છે…
આ પણ વાંચો:બનાસકાંઠાના પાલનપુરમાં લવ જેહાદનો મામલો
આ પણ વાંચો:બનાસકાંઠાના પાંથવાડા પંથકમાં ગોઝારા અકસ્માતમાં યુવકયુવતી બેના મોત
આ પણ વાંચો:બનાસકાંઠામાં ત્રણ કિ.મી.નો માર્ગ ત્રણ વર્ષ કરતાં વધુ વર્ષથી ન બનતા ગ્રામજનો ઉગ્ર
