Gandhinagar News/ ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવારે યોજાશે

LLM અને MBA વિદ્યાશાખાના ૨૫૦ વિદ્યાર્થીઓને પદવી અપાશે

Gujarat Gandhinagar

Gandhinagar News : વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં સ્થપાયેલી ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવાર તા. ૧૯મી જુલાઈએ યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપશે તેમજ 8 વિદ્યાર્થીનીઓ સહિત 13 વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટતા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરશે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ઔરા ઓડિટોરિયમમાં શનિવારે સાંજે પાંચ કલાકે યોજાનારા આ પદવીદાન સમારોહમાં LLM વિદ્યાશાખાના 188 અને MBAના 62 વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી આ પદવીદાન સમારોહમાં છાત્રોને શપથ લેવડાવશે તથા પ્રમુખ સ્થાનેથી સંબોધન પણ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનાવાશે

આ પણ વાંચો: રાજકોટથી બામણબોર સુધીના સિક્સ લેનમાં 5 ફ્લાય ઓવર, 2 અન્ડર પાસ અને ટોલ પ્લાઝા બનશે

આ પણ વાંચો: રાજકોટ-જેતપુર હાઇવે બે વર્ષમાં ફક્ત 20 કિ.મી.નું જ કામ, ખાડાથી પ્રજા ત્રાહિમામ